Abtak Media Google News

જર્નાલિઝમ અને બી.પી.એ. ડિગ્રીધારક છાત્રો માટે રોજગારીની વિશાળ તકો

સૌ.યુનિ. સંલગ્ન અને સૌરાષ્ટ્ર-કચ્છની સંગીત અને પત્રકારત્વના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં અભ્યાસક્રમો ચલાવતી એકમાત્ર વિશિષ્ટ કોલેજ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસમાં શૈક્ષણીક વર્ષ ૨૦૧૯-૨૦ માટે પત્રકારત્વ બેચલર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન તથા બી.પી.એ બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટસ પ્રથમ વર્ષ પ્રથમ સેમેસ્ટરમાં ગાયન, તબલા અને કથક વિષયમાં કામગીરીનો પ્રારંભ થયેલ છે.

Advertisement

કોલેજ સંચાલક ડો. વિવેક હિરાનીની યાદીમાં જણાવાયા અનુસાર આ કોલેજમાં પત્રકારત્વ બી.જે.એમ.સી.ના એક વર્ષ બે સેમેસ્ટરના ડીગ્રી કક્ષાનાં અભ્યાસક્રમમાં પ્રવેશ ઈચ્છુક ભાઈ બહેનોએ યુજીસી માન્ય કોઈ પણ યુનિ.ની કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.

પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે પત્રકારત્વનાં વિવિધ ક્ષેત્રો, અખબારો, ન્યુઝ ચેનલો મેગેઝીન, વગેરેમાં નોકરીની ખૂબ મોટી તકો હોવા ઉપરાંત એફએમ રેડીયો,આકાશવાણી, દૂરદર્શન કેન્દ્ર અને રાજયનાં માહિતી ખાતાઓ, સરકારી અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓમાં જનસંપર્ક અધિકારી પીઆરઓ તરીકે પણ નોકરીની તક ઉપલબ્ધ છે.

આ ઉપરાંત કોલેજમાં શિખવવામાં આવતા શુધ્ધ ભારતીય શાસ્ત્રીય ગાયન સંગીત, વાદન તબલા, અને શાસ્ત્રીય નૃત્ય કથકના શાસ્ત્રોકત અને ડીગ્રી કક્ષાનાં અભ્યાસક્રમો બી.પી.એ બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ કોઈપણ પ્રવાહમાં ધો.૧૨ પાસ કરેલ હોવું જરૂરી છે.

બી.પી.એ.નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે માનભેર સ્વરોજગારી વિશાળ તકો છે.કોલેજમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાના હોઈ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ તેમજ વધુ વિગતો માટે સવારે ૧૦ થી રાત્રીનાં ૮ સુધીમા અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલીઝમ એન્ડ પરફોર્મિગ આર્ટસ ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પદસ, હેમુ ગઢવી હોલ સામે ટાગોર રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.નં. ૯૮૭૯૨ ૩૯૫૫૮, ૯૮૨૫૮ ૯૯૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.