Abtak Media Google News

પોલીસે CCTV ફૂટેજના આધારે 6 શખ્સોની ઓળખ મેળવી કરી ધરપકડ:સામસામે નોંધાતો ગુનો

શહેરમાં એક ફૂલના બે માલી જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક યુવતી ના બે બોયફ્રેન્ડ વચ્ચે બોલાચાલી થતા સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું જેમાં ત્રિકોણબાગ નજીક આવેલી ચાની કેબીન પાસે યુવાનને સમાધાન માટે બોલાવી યુવતીના બીજા બોયફ્રેન્ડ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા બનાવમાં એક યુવાનને ઇજા થતાં તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.સરાજાહેર હુમલો થતાં નાસભાગ મચી ગઇ હતી જે બનાવ અંગે એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી કુલ 6 શખ્શો વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. અને ગણતરીની કલાકોમાં છ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદમાં અરૂણ પુરણભાઇ સોની(નેપાળી)(ઉ.વ.19)એinjured આરોપી તરીકે રોહિત વિશ્વકર્મા,દિનેશ ટમટા,યોગેશ ઉર્ફે લાલો કોળી અને જય વિશ્વકર્માનું નામ આપતા તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે.અરુણે ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ગઈકાલ રાત્રીના પ્રેટ્રોલપંપ ખાતે પ્રેટ્રોલ પુરાવા ગયેલ હતો ત્યારે તેની સાથે તેની ફ્રેન્ડ અરૂણા હતી તે દરમ્યાન ત્યા પ્રેટ્રોલપંપ ખાતે રોહીત વિશ્વકર્મા આવેલ અને અરૂણા ને તેની ગાડી મા બેસી જવા કહેલ જેથી અરૂણા એ આ રોહીત ની સાથે જવાની ના પાડેલ અને તે પ્રેટ્રોલ પુરાવી અને આવતા તેને રોહીત ને કહેલ કે અરૂણા તારી સાથે આવશે નહિ તેમ કહેતા આ રોહીત એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને અરુણ સાથે બોલાચાલી ઝગડો કરવા લાગ્યો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો બાદ મા તે ત્યાથી અરૂણાને લઈને જતો રહ્યો હતો. જેથી બાદ તેને સમાધાન માટે ત્રીકોણબાગ ખાતે આવવા માટે કહેલ ત્યાં રોહિત,યોગેશ ઉર્ફે લાખો,દિનેશ અને જય આવી ગયા હતા અને ત્યાં આ લોકોએ બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે છ લોકો સામે ગુનો નોંધી તને ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે.

જ્યારે સામેના પક્ષેના રોહીત મોતીસીગ વીશ્વકર્મા(ઉ.વ .23)એ ફરિયાદમાં આરોપી તરીકે અરુણ સોની અને અનિલ સોનીનું નામ આપતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે રાત્રી ના ભીલવાસ ખાતે પ્રેટ્રોલ પુરાવા ગયેલ હતો ત્યારે તેની ફ્રેન્ડ અરૂણા પરીયાર ઉભેલ હોય જેને તેં જોઈ જતા અરૂણાને કહેલ કે મારી ગાડીમાં બેસી જા જેથી અરૂણાએ તેની સાથે આવવાની ના પાડેલ અને ત્યા પેટ્રોલપંપ ખાતેથી પેટ્રોલ પુરાવી અરુણ સોની આવેલ અને કહેલ કે અરૂણા મારી સાથે આવેલ છે તે તારી સાથે નહીં આવે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો.બાદમાં તે જતો રહ્યો હતો બાદ પછી તેના ફોનમાં અરૂણના મોટાભાઇ અનિલનો ફોન આવેલ અને ફોનમાં કહેલ કે ત્રીકોણબાગ ખાતે તુ સમાધાન માટે આવવા કહ્યું હતું જેમાં તે ત્રીકોણબાદ પાસે આવેલ મચ્છો ધણી હોટલ પાસે ગયેલ ત્યા અરુણ સોની તથા તેનો ભાઇ અનિલ સોની તથા બીજા અજાણ્યા ચાર પાંચ માણસો ત્યા ઉભેલ હતા અને ત્યા પહોચી ને અરુણ ને આ બાબતે સમાધાન કરવા માફી માંગવાનું કહેલ જેથી અરુણ જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને અરુણ તથા અનીલ તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને છરી વડે હુમલો કર્યો હતો. અને તેમાંના એકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો એ ડીવીઝન પોલીસે સામસામે ફરિયાદ લઇ 6 શખ્સો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.