વાંકાનેર: નવાપરા વિસ્તારમાં જુગાર રમતા છ શકુની ઝડપાયા

વાંકાનેર નવાપરા વિસ્તાર અને મોરબીના નસીતપરા ગામે નસીબ આધારિત જુગાર રમતા નવ સાતસો ને પોલીસે દબોચી લઇ  રૂપિયા 47000 થી વધુ ની રોકડ કબજે કરી છે

આ અંગેની માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસના હેડ કોસ્ટેબલ યશપાલસિંહ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે નવાપરા માં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતો અજય પ્રેમજી બાવળીયા, સુનિલ શંકર સરલા, મુકેશ રમેશ ડાભી, ઉમેશ જાદવ, ભરત મનજી દેગામા, અશ્વિન મકવાણા સહિત છ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂપિયા 37400 મુદ્દામાલ કબજે કર્યો છે.

 ટંકારાના નસિતપર ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં

નસીતપર ગામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની હકીકત મળતા ટંકારા પોલીસના કોસ્ટેબલ સિધ્ધરાજસિંહ સહિતના સ્ટાફે ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા અજીત ચૌહાણ, જાવીદ અબ્દુલ ચૌહાણ, અબ્દુલ સહિત ત્રણને દબોચી લઇ રોકડા રૂપિયા 10400 મુદ્દામાલ કબજે કર્યો હતો.