Abtak Media Google News

તલવાર, ધારીયા જેવા ઘાતક હથિયારથી સામ સામે હુમલો: ૧૪ ઘાયલ

માળીયા મીયાણાના નાના એવા ખીરઇ ગામે જુની અદાવતનો ખાર રાખી બે જુથ સામ સામે આવી જતા ઉગ્ર બોલાચાલી બાદ શસ્ત્ર અથડામણ થતાં મામલો લોહલયાળ બન્યો હતો. જુની અદાવતમાં સ્ત્રી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ગઇકાલે ફરી જુની અદાવતના તણખણા ઉડતા ઘાતક હથિયારો વડે સામ સામે તૂટી પડતા ૧૪ ઘાયલ થયા હતા. જેમાં ૬ શખ્સોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ જઇ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા મીયાણામાં જુની અદાલતના કારણે આજે સાંજે જુથ વચ્ચે ઘર્ષણ થતા ઘાતક હથિયારો સાથે બન્ને જુથ સામ સામે આવી જતાં મામલો લોહીયાળ બન્યો હતો જેમાં ૧૪ ઘાયલ અને ૬ ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જેમાં ૧ર જેટલા ઇજાગ્રસ્તના હોસ્પિટલ ખસેડયા હતા. જયારે અન્ય છને ગંભીર હાલતમાં રાજકોટ રીફર કરાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ માળીયાના નાના એવડા ખીરઇ ગામે રહેતા હારુન ઇશા ભટ્ટીના પરિવાર અને ઓસમાણ મોવરભાઇ લધાણીના પરિવાર વચ્ચે થોડા સમયથી મન દુખ ચાલી રહ્યું હતું અને આ મન દુખમાં સ્ત્રી કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે સવારે બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ સાંજના  સમયે બન્ની મિંયાણા જુથો ધારીયા કુહાડી પાઇપ જેવા ઘાતક હથીયારો સાથે સામ સામે આવી જતા ખીરઇ ગામે સનસનાટી મચી જવા પામી છે જે તકરારે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું. જેમાં હારુન ઇશા ભટ્ટી રમજાન હારુન ભટ્ટી નુરદીન હાસમ લધાણી શોકત હાસમ લધાણી સલેમાન અહેમદ લધાણી રમજાન હાસમ લધાણી ફારુક ઇકબાલ લધાણી અલ્લારખા અયુબ લધાણીને ઇજાઓ થતા મોરબી સીવીલ હોસ્પિટલે ખસેડયા હતા. જેમાં રમજાન હારુન ભટ્ટી નુરદીન હાસમ લધાણીસોકત હાસમ લધાણી સલેમાન અહેમદ લધાણી ચાર ઇજાગસ્તોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જયારે સામા પક્ષે ઓસમાણ મોવર લધાણી અવેશ ઓસમાણ લધાણી મોહસીન અબ્દુલ લધાણી ગુલામ મોવર લધાણી મહેબુબ ગુલામ લધાણી ફારુક ઓસમાણ લધાણીને ઇજાઓ થતાં મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં અવેશ લધાણી અને મોહસીન લધાણીને ગંભીર ઇજાઓ થતા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. અ બનાવ બનતા માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહીતનો પોલીસ કાફલો મોરબી હોસ્પિટલે પહોંચી અને બનાવ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બન્નેની સામ સામી પોલીસ ફરીયાદ નોંધી ૧૧ શખ્સને વિરુઘ્ધ ગુના નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નાના  એવા ગામમાં ઘાતકી હથિયારો ઉડતા ગામમાં સનસની મચી જવા પામી છે જે જગડાનું કારણભૂત સ્ત્રી હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.