Abtak Media Google News

રાજપૂતોના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરવા વિરાંજલી, રેલી અને વૈદિક મંત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો

રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા આવતીકાલે વિજયાદશમીના પર્વ પર તા.૧૯ને શુક્રવારના રોજ સહિયર ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે સવારના ૮:૩૦ વાગ્યાથી શસ્ત્રપુજન, શહિદ વંદના તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અબતકની મુલાકાતે આવેલા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજપૂતોનો ગૌરવવંતો ઈતિહાસ છે અને રાજપુત સમાજ હંમેશાથી કુળથર્મનું પાલન કરતું આવ્યું છે ત્યારે ઈતિહાસ અને પૂર્વજોની વિરાસતને ઉજાગર કરવાના ભાગરૂપે વિરાંજલી શહિદ વંદના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં સમાજના અગ્રણી રમેશભાઈ ચૌહાણ, અ‚ણસિંહ સોલંકી અને ગોવિંદભાઈ ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવસિંહ ઓરા, જનકસિંહ સાકરીયા, જયપાલસિંહ વાઘેલા, ભરતસિંહ ચુડાસમા, માલદેવસિંહ, અજીતસિંહ પરમાર, રવિરાજસિંહ, ભરતસિંહ વાઘેલા, જીતુભા સોલારા અને સહદેવસિંહ જહેમત ઉઠાવી રહ્યા છે.

ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા રવિવારે રાસોત્સવ

ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા તા.૨૧ને રવિવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે સહિયર ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે સમાજની બહેનો માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂતોના પરંપરાગત પોશાકમાં સજજ યુવતીઓ તેમજ સ્ત્રીઓ માતાની આરાધના કરશે. કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં ક્ષત્રિય, કારડિયા રાજપુત, નાડોદા, ગુર્જર અને મારૂ રાજપુત એમ ચારેય સમાજ આ આયોજનમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.