Abtak Media Google News

કોરોના વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે કોર્પોરેશન દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર વેક્સિનેશન રજીસ્ટ્રેશન માટે એક લીંક મૂકવામાં આવે છે જેના ઉપર ફોરેન જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ એ વેક્સિનેશન માટે પોતાની વિગત ભરવાની રહેશે.ત્યારબાદ તેઓને ક્યારે અને કઈ જગ્યાએ વેક્સિન લેવી તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ આ? લિંક ઉપર  માહિતી આપવાની રહશે

http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx 

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સીન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક -http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર ફોરેન ભણવા જવા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ અભ્યાસ કરવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેકસીન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને મહાપાલિકા વિસ્તારમાં આ જવાબદારી મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે. રાજકોટમાં ઝડપથી વિદ્યાર્થીઓને મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.