Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૯૭૩ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોક ડાઉનના અંતિમ દિવસોમાં લોક ડાઉનનો ભંગ કરી રખડવા નીકળેલા સૌરાષ્ટ્રના ૧૦૧૫ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, ‚રલ, મોરબી, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૯૭૩ વાહન ડીટેઇન કર્યા છે.

Advertisement

રાજકોટ શહેરના મનહર પ્લોટ, ભૂતખાના ચોક, દાણાપીઠ, યાજ્ઞિક રોડ અને જયુબીલી ચોક પાસેથી ૬ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. વિનાયકનગર, ગ્રીનલેન્ડ ચોકડી, બેડીપરા, સેટેલાઇટ ચોક, શિવધારા સોસાયટી અને જય જવાન જય કિશાન સોસાયટી પાસેથી ૧૨ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. રાજમોતી મીલ, દુધ સાગર રોડ, રાજારામ સોસાયટી અને રામનગર પાસેથી ૧૧ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. શ્રમશ્રધ્ધા ચોક પાસેથી ૧ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. પીપળીયા, કુવાડવા અને માલીયાસણ પાસેથી ૮ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. માંડા ડુંગર, ગોકુલ પાર્ક અને ઢોલરા પાટીયા પાસેથી ૭ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. મવડી ચોકડી, માલવીયા કોલેજ, પુનમ સોસાયટી, નવલનગર, સહયોગ સોસાયટી, કૃષ્ણનગર અને ખોડીયારનગર પાસેથી ૧૫ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. રેલનગર, જંકશન રેલવે સ્ટેશન અને રેસકોર્ષ રીંગ રોડ પાસેથી ૮ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઇન્દિરા સર્કલ, ઘંટેશ્ર્વર ચોક, હનુમાન મઢી અને ભોમેશ્ર્વર પ્લોટ પાસેથી ૪ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. આરએમસી કવાર્ટર, કટારીયા ચોકડી, જીનીયસ સ્કૂલ પાછળ અને નાના મવા પાસેથી ૪ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રૈયાધાર, ટી.એન.રાવ કોલેજ, આકાશવાણી ચોક, બાપાસિતારામ ચોક અને સાધુવાસવાણી રોડ પાસેથી ૧૦ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૭ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૭૦૯ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના લોધિકા ૧૯, ધોરાજીમાં ૩૮, જામકંડોરણા ૮, જેતપુરમાં ૨૭, વિરપુર ૨ પડધરી ૧૪, ગોંડલમાં ૪૧, ઉપલેટામાં ૪૧, ભાયાવદરમાં ૨૦, પાટણવાવ ૧૭, જસદણમાં ૯, ભાડલામાં ૯, આટકોટમાં ૧૧ અને શાપરમાં ૩૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૩૮, દેવભૂમિ દ્વારકામાં ૩૬, ગીર સોમનાથમાં ૫૧, પોરબંદર ૮૧, મોરબીમાં ૬૫, જામનગર ૫૦, અમરેલી ૮૧, સુરેન્દ્રનગર ૭૬, જૂનાગઢમાં ૧૭૬ અને ભાવનગર ૧૮૮ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૯૭૩ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.