Abtak Media Google News

રાજકીય સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં ક્ષમતાથી ૫૦ ટકા મર્યાદામાં આયોજન

વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ લોકડાઉન કરવામાં આવ્યું હતુ બાદ સંક્રમણ ઘટતા અનલોક જાહેર કરવામાં આવ્યું હતુ. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ૮માં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી જેમાં રાત્રે ૧૧થી સવારે ૬ કલાક દરમિયાન લોકડાઉન અમલમાં રહેશે.

વધુ વિગત મુજબ કોરોનાની મહામારીને ડામી દેવા માર્ચમાં લોકડાઉન કરવામાં આવ્યા બાદ કોરોનાનું સંક્રમણ ઘટતા અને જનજીવન પૂર્વવત અને આર્થિક ગાડી પાટે ચડાવવા અનલોક જાહેર કરી છૂટછાટ આપવામાં આવી છે.

અનલોક-૮માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જેમાં કર્ફયું દરમિયાન લગ્ન સમારંભો નહી યોજી શકાય કર્ફયું સિવાયનાં સમયમાં ૨૦૦ લોકોની હાજરીમાં લગ્ન સમારંભો યોજી શકાશે રાત્રીનાં ૧૧ થી સવારના ૬ કલાક દરમિયાન કર્ફયું રહેશે.

ક્ધટેન્મેન્ટ ઝોન બહારનાં સ્થળે હોટલ, રેસ્ટોરન્ટ, ઓડીટોરીયમમાં સામાજીક-રાજકીય અને ધાર્મિક કાર્યક્રમમાં આયોજનની ક્ષમતાથી ૫૦ ટકા મર્યાદામાં આયોજન કરવામાં આવશે જયારે સિનેમા અને મલ્યીપ્લેકસ થીયેટરો સંચાલકોને એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.૨૮ ફેબ્રુ. સુધી અમલમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.