Abtak Media Google News

પતિને જાણ કર્યા વગર પિયર ગયેલી પરિણીતા સાથે થયેલી બોલાચાલીમાં ધિંગાણું ખેલાયું ‘તું: સામા પક્ષે ત્રણ ઘવાયા’તા

શહેરના ખોખળદડ નદીના પુલ પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા અને આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવકની સરા જાહેર તીક્ષ્ણ હયિાર ના ધા ઝીંકી હત્યાનો ોરાળા પોલીસ મક ના સ્ટાફે ગણતરી ની કલાકોમા ભેદ ઉકેલી સાત સખસોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે

Advertisement

થોરાળા પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ફાઉન્ડ અપ કર્યો’તા

Img 20210212 Wa0031

બનાવ અંગે જંગલેશ્વર મેઈન રોડ પર રાધાકૃષ્ણ નગર સોસાયટીમાં બિલાલ ઉર્ફ જિશાન સલીમ અજમેરી ( ઉ.વ ૨૮ ) ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેના મામા સલીમ દાઉદ અજમેરીની હત્યા નિપજાવનાર તેના સાળા સાજન પ્રભાત, વિજય પ્રભાત, સંજય ઉમેશ, કેવલ ભરત, અશ્વિન સુરેશ, દિનેશ કિસન સોલંકી અને અનીલ પ્રભાત સોલંકી એ  તલવાર, છરી – કુહાડા વડે જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.મામાને હુમલા સમયે છોડાવવા જતા બિલાલ ઉર્ફ જિશાન, અક્રમ અજમેરીની પણ જીવલેણ ઇજા થતાં હતી. હત્યા, મારમારી, રાયોટ, જાહેરનામ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધયો છે. ફરિયાદમાં બિલાલ ઉર્ફ જીશાને જણાવ્યું હતું કે મામા મામી વચ્ચે ઝગડો તા અમે બન્ને ભત્રીજા સમજાવટ કરવા માટે ઘરે ગયા હતા. ત્યારે સાતેય શખ્સોએ તલવાર – ધોકા, પાઇપ વડે હુમલો કરી મામાની હત્યા કરી નાખી હતી. જ્યારે સામા પક્ષે કોઠારીયા ચોકડી આગળ રાધેશ્યામ સોસાયટી  પાછળ શાંતિનગરના રહેતા સાજન પ્રભાત સોલંકી ( ઉ.વ ૩૨)ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે તેના પર હુમલો કરનાર બુટલેગર સલીમ દાઉદ અજમેરી સામે છરીનો એક ઘા ઝીકયા અંગેનો ગુનો નોંધયો હતો. ફરિયાદમાં દેવીપૂજક યુવાને જણાવ્યું હતું કે પોતાની બહેન મીરાબેનને તેનો ઘરવાળો સલીમ મારકુટ કરતો હોવાી સમજાવટ કરવા ગયો હતો.જ્યા બનેવીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હત્યાનો ભોગ બનનાર સલીમ અજમેરીએ મીરા નામની દેવીપુજક યુવતી સાથે ૮ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેના આ બીજા લગ્ન હતાં.  તેને સંતાનમાં ૨ પુત્ર છે. વ્યવસાયે સલીમ મજૂરી કરતો હતો વિશે પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં પકડાયેલા વિજય ઉર્ફે વીજલો પ્રભાત સોલંકી નામના શખ્સ સામે બે હત્યા, હત્યાની કોશિશ અને મારામારી તેમજ દારૂ સહિત ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જ્યારે સંજય રાઠોડ નામના શખ્સ સામે મારામારી અને દારૂના ગુના નોંધાયા છે  પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.