Abtak Media Google News

તામિલનાડુમાં કૃષ્ણગિરી પાશ્વનાથ પદ્માવતી તીર્થધામના જીનાલયમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ શાંતિ રથયાત્રાનું આયોજન: રથયાત્રા ૩૨૧ દિવસ સુધી ૨૧ રાજયોમાં ફરશે

ભારત ભ્રમણ પર નિકળેલી વિશ્વ શાંતિ રથયાત્રાનું આજે રાજકોટમાં આગમન થયું છે. શહેરમાં તમામ ફિરકાઓના જૈન સંઘોની ઉપસ્થિતિમાં જયુબેલી ગાર્ડન ચોકથી મણીયાર દેરાસર સુધી વાજતે-ગાજતે સામૈયું નીકળ્યું હતું. ત્યારબાદ મણીયાર દેરાસરમાં પ્રભાવના અને સંગીતમય ભકિત ભાવના રાખવામાં આવી હતી. Dsc 0590

તામિલનાડુ રાજયની ધન્યધરા પર જગ જયવંત કૃષ્ણગિરી પાશ્વ પદ્માવતી તીર્થધામમાં પૂ.આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્ર્વરજી મહારાજાના આદર્શ શિષ્યરત્ન કૃષ્ણગિરી શકિત પીઠાધિપતિ પૂ.રાષ્ટ્રસંત યતિવર્ય ડો.વસંતવિજયજી મ.સા.ની પ્રેરણાથી વિશ્વમાં એકમાત્ર સર્વ પ્રથમ ૪૨૧ ફુટ ઉંચા શિખરબંધ જીનાલયનું નિર્માણ થઈ રહેલ છે. જેમાં ૯૦ ફુટ ઉંચા આસન ઉપર પાશ્વનાથ પ્રભુજીની ૨૩ ફુટ ઉંચાઈની પદ્માસન મુદ્રાની ચતુર્મુખી વિરાટ પ્રતિમાઓ સમોસરણ સહિત તેમજ ફરતી ૧૦૮ પાશ્વનાથ પ્રભુજીની પ્રતિમાઓ બિરાજમાન થનાર છે. જેનો અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ૨૦૧૯ની સાલમાં ફેબ્રુઆરી માસમાં તા.૩જી થી ૧૧મી ફેબ્રુઆરી નવ દિવસ દરમ્યાન યોજાનાર છે. તેમજ આ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વના જનજનના કલ્યાણ માટે વિશ્વ શાંતિ મહોત્સવ-૨૦૧૯નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.Dsc 0584

કૃષ્ણગિરી પાશ્વ પદ્માવતી તીર્થધામમાં નિર્માણ થનાર આ ભવ્યાતિભવ્ય જીનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ તથા તે અંતર્ગત યોજાનાર વિશ્વ શાંતિ ઉત્સવ-૨૦૧૯ના પ્રચાર-પ્રસાર હેતુસર કૃષ્ણગિરી તીર્થધામથી એક વિશિષ્ટ દિવ્ય શાંતિ રથયાત્રા ૨૦૧૮નું પ્રયાણ થયેલ છે. આ દિવ્ય વિશ્વ શાંતિ રથ ભારતભરનાં ૨૧ અલગ-અલગ રાજયોમાં ૩૨૧ દિવસ સુધી શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારતનો પ્રચાર પ્રસાર સહિત ધર્મ પ્રભાવના કરીને આગામી ફેબ્રુઆરી ૨૦૧૯ના પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા કૃષ્ણગિરી તીર્થધામ મુકામે પરત પહોંચશે.Dsc 0583

આ વિશ્વશાંતી રથયાત્રાનાં દિવ્ય રથનું રાજકોટના શહેરના આંગણે આજે મંગલ આગમન થયું હતું. આ દિવ્ય રથમાં પાશ્વનાથ પ્રભુજીની ૫૧ ઈંચની સિદ્ધ પ્રતિમા બિરાજીત છે તથા પાશ્વનાથ પ્રભુજીના ૧૦૮ તીર્થધામોનાં પુજીત વાસક્ષેપ, ૧૨૦ કલ્યાણ ભૂમિઓના અને અનેક પ્રાચીન તીર્થધામોમાં પુજીત વાસક્ષેપ, ગચ્છાધિપતિ ભગવંતો-આચાર્ય ભગવંતો સહિત ૧૦૦૦થી વધુ સાધુ-સાઘ્વીજી ભગવંતોના દિવ્ય આશિર્વાદયુકત વાસક્ષેપથી ભરેલ એક સાત ફુટ ઉંચો દિવ્ય વિરાટ કળશ સ્થાપિત છે. તેમજ આજ વાસક્ષેપથી ભરેલ એક નાનો પ્રતિક કળશ પણ સ્થાપિત છે.

વિશ્ર્વ શાંતિ રથના સ્વાગત સામૈયા પ્રસંગે રાજકોટમાં બિરાજીત પૂ.આચાર્ય ભગવંત યશોવિજયજી મ.સા.આદિઠાણા તથા અન્ય સાધુ-સાઘ્વીજી ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી હતી. આ દિવ્ય વિશ્વ શાંતી રથ મણિયાર દેરાસર મુકામે બે દિવસ રોકાશે તેમજ આ દિવ્ય વિશ્વ શાંતી રથમાં બિરાજીત પાર્શ્ર્વનાથ પ્રભુજીની ૫૧ ઈંચની પ્રતિમા-કળશના દર્શન વંદન તથા શુદ્ધ વસ્ત્રોમાં વાસક્ષેપ પુજાનો લાભ રાજકોટ શહેરના શ્રાવક-શ્રાવિકાઓ આ બે દિવસ દરમ્યાન લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.