Abtak Media Google News

ગોંડલ માં  માર્કેટ યાર્ડ ના ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થયું છે.યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે. આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા 1700થી લઈને 2100 સુધીના ભાવ બોલાયા છે.

આ સાથે કેરી ના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી મીઠી મધુર કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. ગુજરાતભરમાં પ્રથમ દિવસે  કેસર કેરીનું સૌથી પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન 18થી 20 દિવસ વહેલું જોવા મળ્યું છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ફ્રૂટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સની આવક થવા પામી હતી.

આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1700થી 2100 સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 2100 બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે વહેલુ થવા પામ્યુ, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે. યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.