Abtak Media Google News

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપના ને 40 વર્ષ પૂર્ણ થતા શ્રી શ્રી  રવિશંકર મહારાજના સાનિધ્યમાં કાલે વિજ્ઞાન ભૈરવનું આયોજન

ધ એલિગેન્સ પાર્ટી પ્લોટ માં વિશાળ એર-ક્ધડીશન ગુંબજ હેઠળ  વિજ્ઞાન ભૈરવ યોજાઈ રહ્યું છે. 27 ફીટ ઊંચા ગુંબજ માં 5000 થી વધુ લોકો ની બેઠક વ્યવસ્થા

રાજકોટમાં આધ્યાત્મિક ગુરુ  શ્રી શ્રી રવિશંકર મહારાજ આજે ચાર્ટડ પ્લેનમાં રાજકોટ પધાર્યા છે. ત્યારે એરપોર્ટ ખાતે  તેમના શિષ્યો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી શ્રી રવિશંકરજી રાજકોટ માં છઠ્ઠી વખત પધારી રહ્યા છે અને તેમના આગમન નો આનંદ વ્યક્ત કરવા માટે શ્રી શ્રી અકાડેમી ના બાળકો વિશેષ રજુઆત કરવામાં આવી . શ્રી શ્રી અકાડેમી ના બાળકો નૃત્ય, ગરબા, સેવા, સંગીત, યોગ અને કરાટે રજુ કરી ને રાજકોટ એરપોર્ટ પર શ્રી શ્રી રવિશંકરજી નું પ્રેમભર્યું સ્વાગત કર્યું હતું

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત કાલે  11મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ રાજકોટ ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવનુ આયોજન કરવામાં આવ્યું છે. અવધ રોડ, રાજકોટ પર સ્થિત, 150રિ.ં ડ્ઢ 450રિ.ં વિસ્તાર ધરાવતું ધ એલિગેન્સ પાર્ટી પ્લોટ માં એક વિશાળ એર-ક્ધડીશંડ ગુંબજ હેઠળ આ વિજ્ઞાન ભૈરવ યોજાઈ રહ્યું છે. 27 ફીટ ઊંચા ગુંબજ માં 5000 થી વધુ લોકો ની બેઠક વ્યવસ્થા છે અને ધ્યાન માટે સંપૂર્ણરૂપે શાંત વાતાવરણ છે. સાથે, અનુયાયીઓ અને ભક્તો ના વાહનો માટે પૂરતી પાર્કિંગ જગ્યા પણ રાખવામાં આવી છે. વિજ્ઞાન ભૈરવમાં ઉપસ્થિત રહેનાર લોકો માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સવારે 10:30 થી 1 અને બપોરે 4 થી 6:30 વાગે એમ બે સેશનમાં યોજાશે.

રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 સૂત્રો દ્વારા મેડિટેશન ટેકનિક આધારિત એમના દ્વારા શીખવવાના અને જ્ઞાન વાણીનો લાભ આપશે. 11મી માર્ચના રોજ આ કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે. આ કાર્યક્રમ મા ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રસ્ટીઓ, શિક્ષકો પણ જોડાશે. વિજ્ઞાન ભૈરવ એ ધ્યાનનું સાધન છે. વિજ્ઞાન ભૈરવ તંત્ર એ એક પ્રાચીન ભારતીય ગ્રંથ છે જે આવશ્યકપણે વિવિધ તક્નીકોનું વર્ણન કરે છે જે તમને સમય અને અવકાશની બહાર જવા અને ધારણા દ્વારા સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. વિજ્ઞાનનો સાદો અર્થ એ થાય છે જે વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેના જવાબો આપે છે.

આર્ટ ઓફ લિવિંગ 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે

આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત રાજકોટ માં કાલે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવનુ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.