Abtak Media Google News

સેટેલાઈટ દ્વારા વાદળોની ગતિ, આકારનું વિશ્લેષન કરીને ચક્રવાત માટે કારણભૂત ‘કૌમા આકાર’ના વાદળોને શોધી શકાશે

અચાનક જ આવી જતા વાવાઝોડા કે ચક્રવાત જનજીવનને તહેસનહેસ કરી નાખે છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એક એવી પધ્ધતિ વિકસિત કરી છે જે હવામાનનું પૂર્વાનુમાન લગાવી શકશે એક રિસર્ચ પ્રમાણે એવો દાવો કરવામાં આવ્યો છે. કે તેના દ્વારા તોફાન અને ચક્રવાતના આવવાની પહેલા જ વૈજ્ઞાનિકો ચેતવણી આપી શકશે જેનાથી ભારે માત્રામાં થનારી જન-ધનની હાનીને પહોચી શકાય આઈઈઈઈ ટ્રાન્જેકશન અને જિયો સાયન્સ એન્ડ રિમોટ સેસિંગમાં પ્રકાશિત થયેલા અધ્યપનમાં જણાવાયું છે કે આ મોડેલની મદદથી તોફાનને જ જલ્દી અને સટીક પૂર્વાનુમાન લગાવવામાં મદદ મળી શકે છે.

સંશોધનકર્તાઓએ મશીન લર્નિંગ આધારીત એક એવું ફેમવર્ક તૈયાર કર્યું છે. જે સેટેલાઈટ દ્વારા વાદળોની ગતિને જાણશે જેના પર સામાન્ય રીતે વધુ ધ્યાન અપાતુ નથી. વાતાવરણની જાણકારી આપનાર વૈજ્ઞાનિક સ્ટીવ સ્ટીવ વિસ્ટરે કહ્યું કે વાતાવરણનું પૂર્વાનુમાન લગાવવા માટે સૌથી અર્હમ છે કે અમારી પાસે સૌથી વધારે ડેટા હોય વાયુમંડળ પર નજર રાખવા માટે આપણી પાસે અત્યારે જે મોડલ છે અને ડેટા છે તેનાથી જ આપણે સ્નેપશોર્ટ લઈ વાતાવરણનું પૂર્વાનુમાન લગાવી રહ્યા છીએ આજ અધ્યયન માટે સંશોધન કર્તાઓએ અમેરિકાના મોસમ વિભાગનું અધ્યપન કરનારી ૫૦ હજારથી વધુ સેટેલાઈટ ઈમેજોનુ વિશ્લેષન કર્યું અને વાદળોની ગતિ અને તેના આકારને આધારે તેને અલગ તારવી. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે કોમાના આકારના વાદળોનો ચક્રવાત સાથે મજબૂત સંબંધ છે. આ વાદળોની ઓળખ માટે શોધકર્તાઓએ કમ્પ્યુટર અને મશીન લર્નિંગ ટેકનીકનો પ્રયોગ કર્યો આજ વિધિ પ્રમાણે શોધકર્તાઓએ કૌમાના આકારના વાદળોને આસાનીથી શોધી કાઢ્યા તેના દ્વારા કમ્પ્યુટરે સમુદ્રનો ડેટા એકઠા કરવાની સાથે સાથે ગંભીર હવામાન સ્થિતિનું પૂર્વાનુમાન લગાવવામાં વૈજ્ઞાનિકોની મદદ કરી. ઉલ્લેખનીય છે કે કૌમાના આકાર વાળા વાદળો ગંભીર હવામાનની ઘટનાઓ માટે સંકેતનારૂપે વાયુમંડળમાં મોજુદ હોય છે. આ પધ્ધતિ હવામાનની ઘટનાઓ પર પધ્ધતિસરની દેખરેખ રાખવામાં સહાયરૂપ થઈ શકે છે. સંશોધન કર્તાઓનાં જણાવ્યા પ્રમાણે આ પધ્ધતિ દ્વારા કૌમાના આકારના વાદળોનું ૯૯ ટકા પ્રિડીકશન કરી શકાય છે. આ પધ્ધતિ ગંભીર હવામાનની ઘટનાઓની ભવિષ્યવાણી અન્ય પધ્ધતિઓથી ૬૪ ટકા વધુ સારી રીતે કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.