Abtak Media Google News

મહિલા અનામત બિલને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પત્ર બાદ આવનારા લોકસભા સત્રમાં બિલ આવી શકે છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે આ મામલે કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે આ પત્ર ૨૦  સપ્ટેમ્બર લખી હતી.

જેના પછી બીજા જ દિવસે ગુરૂવારે કેદ્રીય નાણામંત્રીએ આ મામલે કોંગ્રેસ નેતાઓ સાથે સંસદ ભવનમાં મુલાકાત કરી. આ મુલાકાતમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ સિવાય મોતીલાલ વોરા પણ ઉપસ્થિત રહ્યા.

જેટલીએ કોંગ્રેસ નેતાઓ સાથે લોકસભામાં મહિલા અનામત બિલ પાસ કરાવવા અંગે ચર્ચા કરી. મોદી સરકાર મહિલા અનામત બિલને લઇને ગંભીર છે. આથી લોકસભાના શિયાળુ સત્રમાં આ બિલ પસાર કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે ભારતની મહિલાઓ પુરૂષ સમોવડી થઇ છે ત્યારે મહિલાને પણ પુરૂષ જેટલુ જ મહત્વ ભારતીય સમાજમાં મળી રહે તે માંટે કોંગ્રેસના અધ્યક્ષા સોનીયા ગાંધીએ આ અંગે એક અનામત લાવવા માંટે સરકારને એક પત્ર લખ્યો હતો, જેના કારણે સરકાર આ વિષય પર વિચાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.