Abtak Media Google News

મમતા મ્યુઝિકલ મંચ દ્વારા ગીત સંગીત કાર્યક્રમનું આયોજન

શહેરના અરવિંદ મણિયાર હોલ ખાતે ભારત ફિલ્મ ઈન્ડસ્ટ્રીસના પ્રસિધ્ધ ગાયક કલાકાર લતાજી મંગેશકરના જન્મદિન નિમિતે મમતા મ્યુઝિકલ મંચ દ્વારા ‘એક શામ લતા કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં લતાજીના સુપ્રસિધ્ધ ગીતોના સૂર રેલાયા હતા જેમાં રાજકોટના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા લતાજીના પ્રસિધ્ધ ગીતો ગુનગુનાવી જન્મદિનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

અબતક સાથેની વાતચીતમાં એન્કર મનોજ જલારામએ જણાવ્યું હતુ કે આજની સાંજ લતાજીના નામે સજાવી છે, લતાજીનો આજ જન્મદિવસ છે. એટલે કે આજ દિવસ સુધી અઢળક એવા ગીતકારો કે સંગીતકારો જેના ગીતોથી અને જેના માધ્યમથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ચારે કોર સરાબોર થઈ ચૂકી છે. તેવા લતાજીને યાદ કરતા આજના ગીતો ‘એક શામ લતા કે નામ’ સજાવી છે.

તે મમતા મ્યુઝિકલ મંચે અને સાથ આપી રહ્યા છે. રોશની સિંગર અને અમારા દેવીદાસ ભાનુશાલી જેને ‘દતુ’ તરીકે અમે ઓળખીયે છીએ અને સાથે અમને સાથ મળે છે. મયુરભાઈ મકવાણા, થોમસસર અને સંગીત ક્ષેત્રની અંદર રાજકોટની અંદર જેમનું નામ શિખર પર બોલાય છે. એવા અમારા સોવના વ્હાલા રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેઓ પણ અત્રે ઉપસ્થિત છે. અને તેઓના સંગીતના સથવારે અમે જે સાંજ સજાવી છે એ અદભૂત છે.

લતાજીના ગીતો એટલા મધૂર છે કે દુ:ખનું ગીત હોય તો પણ આપણી આંખોમાં અશ્રુ આવી જાય. ખુશી, રોમેન્ટીક બધુ જ લતાજીના કંઠમાં મધુરતા ભરી છે. એમ કહેવાય કે લતાજી મા સરસ્વતીનું બીજુ સ્વ‚પ છે. અને આજે અમે સન્માનીત કરીએ છીએ તેમના જન્મદિનના સુંદર મજાના પર્વ પર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.