૨૧ વર્ષની ઉમરમાં મેયર બનીને સમસ્ત યુવા પેઢીને ઉદાહરણ પૂરું પાડતી આર્યા રાજેન્દ્રન

અત્યારની યુવા જનરેશન પોતાનું કરિયર બનાવવા માટે ખૂબ મહેનત કરતાં હોય છે . તન તોડ મહેનત કર્યા બાદ 25 – 26 વર્ષે એક સારી પોસ્ટ ઉપર તેમણે નોકરી મળે છે . કેરળની એક યુવતીએ ૨૧ વર્ષની ઉંમરમાં મેયર બનીને સમગ્ર યુવા પેઢીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

કેરળમાં તાજેતરમાં સમાપ્ત થયેલી સ્થાનિક સંસ્થાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 21 વર્ષીય આર્યા રાજેન્દ્રનને કોમ્યુમિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા(માર્ક્સવાદી) ( CPI(M) )ની સભ્ય તરીકે જાહેર કરવામાં આવી છે . તે સભ્ય તરીકે જ નહિ પરંતુ તિરુવનંતપુરમ મેયર પણ બનવા જઈ રહી છે. તે માત્ર કેરળ જ નહીં પરંતુ દેશની સૌથી યુવા મેયર બનશે.

એમસિપી પાર્ટીને આશા છે કે આર્ય રાજેન્દ્રનનાં નેતૃત્વ હેઠળ વધુ શિક્ષિત મહિલાઓ ઉભરી આવશે.આર્ય રાજેન્દ્રનનાં વર્ષ ૨૦૨૦માં યુડીએફ ની ઉમેદવાર શ્રીકલાને ૨૮૭૨ મતોથી હરાવીને મુદાવનમુગલ બેઠક જીતી હતી.૨૧ વર્ષીય આર્ય રાજેન્દ્રનને બી.એસ.સીના સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે.

આર્યા રાજેન્દ્રનને મીડિયા કર્મીઓ સાથે વાત કરતા કહ્યું કે’ આ પાર્ટીનો નિર્ણય છે અને હું તેનું પાલન કરીશ .ચૂંટણી દરમિયાન ,લોકોએ મને પસંદ કરી છે કારણકે હું એક વિદ્યાર્થીની છું અને લોકો એક શિક્ષિત વ્યક્તિને તેમના પ્રતિનિધિ ઈચ્છતા હતા તેથી હું મારું અભ્યાસ પણ ચાલુ રાખીશ અને મેયર તરીકેની ફરજ પણ સંભાળીશ.