Abtak Media Google News

દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં ઉપસી આવેલો આંતરીક ખટરાગ તેની વિશ્વસનીયતા ઉપર કલંક લગાવી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચેની હુંસાતૂસી પણ સીબીઆઈ જેવા હાલ કરે તેવી દહેશત છે. આરબીઆઈની સ્વાયતતા મામલે ગવર્નર ઉર્જીત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદ જોવા મળી રહ્યાં છે. ઘણા સમયથી આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે કોમ્યુનિકેશન જ ન થયું હોવાનું સૂત્રોનું માનવુ છે.

આરબીઆઈમાં વિરલ આચાર્યને ડેપ્યુટી ગવર્નર તરીકે જવાબદારી સોંપાયા બાદ આ મામલો સળગી રહ્યો છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં ગવર્નર તરીકે ઉર્જીત પટેલની ટર્ન પુરી થવા તરફ છે. ત્યારે તેમને એકસ્ટેન્શન નહીં અપાય તેવું માનવામાં આવી રહ્યું છે. પટેલની જગ્યાએ રઘુરામ રાજનની કામગીરી સારી હતી તેવું પણ સરકારના લોકો જ કહી રહ્યાં છે.

૨૦૧૮ના પ્રારંભથી અત્યાર સુધીમાં અડધો ડઝન મુદા એવા છે જેમાં સરકાર અને આરબીઆઈમાં મતભેદ જોવા મળ્યો છે. અગાઉ આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો-વધારો ન કર્યો હોવાની વાતથી સરકાર નાખૂશ છે. આ ઉપરાંત આરબીઆઈને એક નિર્ણય લેવામાં સરકારનો હસ્તક્ષેપ હોવાની વાતથી પણ ઉર્જીત પટેલ ખફા છે.

બીજી તરફ આરબીઆઈના ગવર્નર ઉર્જીત પટેલને સંસદીય સમીતીએ નોટબંધી અંગે ખુલાસો કરવા કહ્યું છે. ૩૧ સભ્યોની સંસદીય સમીતી સમક્ષ આરબીઆઈના ગવર્નરને ૩જી વખત નોટબંધી મામલે ખુલાસો કરવો પડશે. સંસદીય સમીતીના સભ્યો નોટબંધી મામલે આરબીઆઈ પાસેથી વિગતો ઈચ્છી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.