Abtak Media Google News

૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં ઉતરનાર આર્યન બનશે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારો યુવા સ્વીમર

રાજકોટનાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલ અમદાવાદમાં મ્યુનિસિપલ તરીકેની ફરજ બજાવતાં વિજય નેહરાનો ૧૫ વર્ષનો પુત્ર આર્યન નેહરા નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. સાઉથ કોરીયામાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમીંગ ચેમ્પીયનશીપમાં ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વીમીંગ સ્પર્ધામાં ઉતરી આર્યન ભારતનાં ૭૦ વર્ષનાં ઈતિહાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારો સૌથી યુવા સ્વિમર બનશે. ગુજરાતનો ૧૫ વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર આર્યન નેહરા હાલ સાઉ કોરિયામાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં પુરુષોની ૧૫૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સ્પર્ધામાં ઉતરશે તેની સાથે ઈતિહાસ રચાશે. છેલ્લા ૭૦ વર્ષમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા સ્વિમરોમાં આર્યન સૌથી યુવા સ્વિમર તરીકે રેકોર્ડ બૂકમાં સન મેળવી લેશે. ઓલિમ્પિક બાદ વિશ્વસ્તરે સ્વિમિંગની સૌથી મેજર ચેમ્પિયનશીપ તરીકે ઓળખાતી ફિના વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં દુનિયાભરના દિગ્ગજ સ્વિમરો ભાગ લઈ રહ્યા છે, જેમાં ૧૫ વર્ષના આર્યનની સાથે ભારતના અન્ય ૧૧ સ્વિમરો પણ સામેલ છે.

આર્યન નેહરા ૧૫૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ભાગ લેવાનો છે, તેની હિટ્સ તારીખ ૨૭મી જુલાઈને શનિવારે અને ફાઈનલ તારીખ ૨૮મી જુલાઈને રવિવારે યોજાવાની છે. નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરનારા આર્યને ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ કુઆલાલુમ્પુરમાં રમાયેલી મલેશિયન એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ૧૫ મિનિટ અને ૩૮.૫૬ સેકન્ડના સમય સો વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તેની ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થવાનો સમય ૧૫ મિનિટ અને ૩૯.૧૨ સેકન્ડનો હતો. સિનિયર સ્વિમરો માટે મુશ્કેલ ગણાતા વર્લ્ડ ચેમ્પિયનશીપના ક્વોલિફાઈંગ માર્કને હાંસલ કરવાની સિદ્ધિ મેળવવા સાથે આર્યને મલેશિયામાં નવા મીટ રેકોર્ડ સાથે ચાર ગોલ્ડ પણ જીત્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.