Abtak Media Google News

ઝાલાવડ પંથકનાં તાલુકાઓ અછતગ્રસ્ત તો જાહેર થયા પરંતુ પાક વિમામાં હળહળતો અન્યાય થયો હોવાનો  ખેડુતોનો આક્ષેપ

જિલ્લાને કોટન હબ બનાવવાની જાહેરાતનું સુરસુરીયું

સુરેન્દ્રનગર જિલ્લા માં ઉમેદવારો દવારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવા માં આવ્યુ છે.ઠેર ઠેર કાર્યાલયો ખોલી નાખવા માં આવીયા છે.રાત્રી દરમિયાન ઉમેદવારો દવારા રાત્રી સભા સરુ કરી દેવા માં આવી છે. ત્યારે આ પ્રકારે જિલ્લા માં આવા કાર્યાલયો અને પ્રચાર પ્રસાર સભાઓ પાછળ નેતાઓ દવારા કરોડો રૂપિયાનો ધુમાડો કરવા માં આવી રહયો છે.

ત્યારે જ્યારે પણ કોઈ ઝાલાવાડ ના નાનમ નાના ગામડા માં કોઈ નેતા જાય તો ત્યાં ખેતી અથવા તો ખેત મજૂરી કરતા લોકો ની સંખ્યા ખૂબ વધુ હોય છે ત્યારે આ નેતાઓ દ્વારા ખેડૂતો ને લાગતી લોભામણી જાહેરાત અને ખેડૂત નીતિ માટે સારી સારી વાતો કરી વોટ બેન્ક ઉભી કરવા મા આવે છે.

Img 20190404 182316

ઝાલાવાડ ના ખેડૂતો પોતે ખેત મજૂરી કરી પોતાનું પેટિયું પુરે છે.ત્યારે ગત વર્ષ ખૂબ જ ચોમાસુ નબળું રહયુ છે.સમગ્ર ઝાલાવાડ પંથક માં ખૂબ ઓછો વરસાદ પડયો છે. ઝાલાવાડ પંથક ના અમુક તાલુકાઓ માં અને જિલ્લા માં ૧૫૮ મિમી કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે સરકાર શ્રી દવારા ઝાલાવાડ પંથક ના અનેક તાલુકાઓ ને જિલ્લાઓ ને અસર ગ્રસ્ત જાહેર કરવા માં આવીયા હતા પરંતુ અસર ગ્રસ્ત જાહેર તો કર્યા પણ જે લાભ ઝાલાવાડ પંથક ના ખડૂતો સુધી પોહોંચવા જોઈએ એ પહોંચ્યા નથી.

બીજી બાજુ વાત કરીએ તો સરકાર શ્રી દવારા ખેડૂતો ને પોતાનો પાક નિષ્ફળ જાય તો પાકવીમા ની રકમ ચૂકવા માં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ગત વર્ષ દરમિયાન ઓછો વરસાદ અને બિન પિયત ખેતી નિષ્ફળ નીવડી હતી.ખેડૂતો એ મોંઘા ભાવ ના બિયારણો નાખ્યા પણ ઓછા વરસાદ ના કારણે ઉગ્યા નહીં પરિણામે ઓછા વરસાદ ના કારણે અમુક ખેડૂતો નો પાક પણ પાની ના અભાવે નિષ્ફળ ગયો. ત્યારે હજુ સુધી ઝાલાવાડ પંથક ના ખેડૂતો ને પાક વીમા કવચ ની રકમ મળી નથી.

પાક વીમા પ્રશ્ને ૩ ખડૂતોએ પોતાની જિંદગી ટૂંકાવી

Img 20190404 182305

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ના મોઘા ભાવ ના બિયારણક પાણી માં ગયા છે. ત્યારે સરકાર દવારા આ ખેડૂતો માટે વીમા યોજના હેઠળ વીમા ની રકમ ની ચુકવણી ન કરતા સુરેન્દ્રનગર જિલ્લા ના ત્રણ થી વધુ ખેડૂતો એ આત્મહત્યા કરી લીધી હતી.પાક વીમા ની રકમ અને પોતાના પર દેવું વધી જતાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ના ૨ અને  ચુડા ના એક ખેડૂતે આત્મ હત્યા કરી પોતાની જિંદગી ટૂંકાવી હતી.

ત્યારે આમાંથી એક ખેડૂત ને પાંચ સંતાન હતા અને આ પરિવાર ના મોભી એ આત્મ હત્યા કરી લેતા પરિવાર  નોંધારો બન્યો હતો.

ત્યારે હાલ ચૂંટણી નજીક આવતા ખેડૂતો ના મત મેળવા અને વોટ બેન્ક ઉભી કરવા બને પક્ષ ખેડૂતો માટે નેતાઓ મત માટે કવાદવા કરી રહા છે ત્યારે હજુ સુધી ખેડૂતો ને પાક વીમા ની રકમ ચૂકવા માં આવી નથી.

ત્યારે બને પક્ષ દવારા ફકત પોતાની વોટ બેન્ક ઉભી કરવા માટે ખેડૂતો માટે વિવિધ  યોજના ની વાતો કરી કસો પ્રકાર નો લાભ આપવા માં આવતો નથી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.