Abtak Media Google News

જામનગર જીલ્લા માં વિકટ બનતી પાણી ની પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા સબ સલામત ના નારા લગાડવામાં આવે છે હાલ મહાનગર પાલિકા ને જરૂરીયાત મુજબ પાણી મળી રહે છે પણ ઉનાળા નાં આકરા સમય માં નર્મદા પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે . દરમ્યાન ડેમોમાંથી પાણિ ચોરી પકડાતા કલેક્ટર રવીશંકરની સુચનાથી સસોઇ,ઉંડ અને આજી-૩ ડેમો ઉપર એસ.આર.પી.બંદોબસ્ત ગોઠવાયો છે.

Img 20150616 Wa0179જામનગર ની પાણી ની સ્થિતિ માં જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અને સસોઈ ડેમ માં મેં માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો પર્યાપ્ત છે આ ઉપરાંત ઉંડ અને આજી ડેમ માંથી પણ જરૂરી પાણી લેવામાં આવી રહ્યું છે જામનગર જીલ્લા ને લાગુ પડતા કુલ ૧૨ ડેમ પૈકી અત્યારે ફૂલઝર રંગમતી અને ઉંડ વિગેરે ડેમમાંજ પાણી નો જથ્થો પુષ્કળ પ્રમાણ માં છે. હાલ જામનગર શહેર ને ૧૦૫ એમએલડી પાણી ની જરૂરીયાત છે જેના માટે ૧૭ એમએલડી નર્મદા માંથી ૮૫ એમએલડી ઉંડ માંથી અને ૩ એમએલડી રણજીતસાગર અને સસોઈ ડેમ માંથી મેળવવામાં આવે છે નર્મદા માંથી જુલાઈ સુધી ૨૦ એમએલડી પાણી મળવાની સંભાવના છે જ્યારે કાલાવડ અને જામજોધપુર ની જરૂરીયાત ૩ એમએલડી જેટલી છે જેમને પણ સ્થાનિક ડેમ માંથી પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. જામનગર શહેર માં મહાનગર પાલિકા ની લાજ નગર મધ્ય માં આવેલું રાજાશાહી સમય નું રણમલ તળાવ સાચવી રાખે છે શહેર થી ઊંચા વિસ્તાર માં નિર્માણ પામેલા આ તળાવ નાં પાણી નાં કારણે શહેર ભરના કુવા ડંકી બોર વિગેરે ના તળ સજા રહે છે છતાં પણ દરિયો જામનગર થી નજીક હોય શહેર નાં ઘણા વિસ્તારો માં બોર દ્વારા આવતું પાણી પીવા લાયક ના હોવાની ફરિયાદ પણ જોવા મળે છે.

સરકાર દ્વારા શહેરીજનો ને એકાતરા પાણી મળી રહીવાની મેયર પ્રતિભાબેન કનખરા એ ખાત્રી આપીછે. સરકારી તંત્ર નાં સબ સલામત ના દાવાઓ વચ્ચે આજે પણ જામનગર જીલ્લા માં અનેક ગામો માં પાણી નાં બેડા સાથે બહેનો ની કટાર અત્યાર થી જ જોવા મળી રહી છે સાથો સાથ હજુ ઉનાળા ની શરૂઆત છે ત્યાં જ ડેમ નો મહાતમ નો ભાગ તેમજ રણમલ તળાવ નો પાર્ટ – ૩ પાસે નો ભાગ સુકાવા લાગ્યો છે ત્યારે આવનારા દિવસો માં પાણી સમસ્યા વધુ ઘેરી બનશે તેમાં બે મત નથી .જામનગર શહેરના નગરજનોને આગામી ત્રણેક મહિના સુધી પીવાનું પાણી પૂરૃં પાડવા માટે રણજીતસાગર તેમજ સસોઈ ડેમ, આજી તથા ઊંડ ડેમમાં જે પાણીનો જથ્થો બચ્યો છે તેને અનામત રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરાયા પછી આ ચારેય ડેમમાંથી પાણીની ચોરી ન થાય તે માટે ઘટતા પગલા ભરવામાં આવી રહ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત ચારેય ડેમની આજુબાજુમાં આવેલા ખેતર કે અન્ય સ્થળોએ મોટર, ડીઝલ એન્જીન અથવા સબ મર્સીબલ પંપ મૂકી નગરજનોને આપવા માટે રાખવામાં આવેલા પાણીની ચોરી ન થાય તે માટે  એસઆરપીનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પાણી ની જરૂરીયાત હોય તો વિકલ્પ ન હોય ગ્રામજનો અને ખેડુતો ડેમો માંથીપાણી ચોરી કરે એ સ્વાભાવિક છે.ચારેય ડેમની સાઈટ પર  હથિયારધારી એસઆરપી મેનોએ કાંઠા પર તેમજ ડેમને સંલગ્ન વાડી, ખેતરો પર ચાંપતી નજર ગોઠવી છે જેના કારણે ચારેય ડેમમાં હાલમાં રહેલું પાણી વરસાદ ન થાય ત્યાં સુધી જળવાઈ રહે અને શહેરીજનોને પાણીની તંગી ન અનુભવવી પડે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. એસઆરપીની ટૂકડીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક વોચ રાખવામાં આવી રહી છે.મ્યુનીસીપલ કમીશ્નર રણજીતસિંહ બારડે જણાવ્યુ છે  કે જામનગરમા પાણી વિતરણ ચોમાસા સુધી નિયમીત થાય એ માટે એક્શન પ્લાન બનાવાયો છે. શહેરજનો માટે પીવાના પાણીની ચિંતા નહી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

જિલ્લા પાણી સમિતિની  બેઠક  જે દર અઠવાડીયે કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભા ખંડ ખાતે યોજાય છે. જેના અહેવાલ મુજબ જામનગર જિલ્લામાં હાલમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી. કલેકટર દ્વારા વાલ્વ અંગેની ટેકનીકલ કોઇપણ પ્રકારની ખામી હોય અથવા બીજા કોઇપણ પ્રકારની ખામી હોય તો તેનું કાયમી નિકાલ કરવા તેમજ નર્મદાના પાણી અંગે પણ ચર્ચા કરવામાં આવેલ. પાણીની ચોરી અટકાવવા તમામ પ્રયત્ન કરવા અધિકારીઓને કલેકટર રવિશંકર એ સુચના આપેલ હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

Img 20180327 Wa0043

પાણી સમિતિ મારફત રજુ કરવામાં આવેલ દરખાસ્તો અને ટેન્કર દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. વધુમાં કલેકટરએ લોકોને જરૂરીયાત મુજબનું પીવાનું પાણી મળી રહે તેવી વિતરણ વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને ભાર પૂર્વક જણાવ્યુ હતુ.હાલમાં જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરીયાત ૫૫ એમ.એલ.ડી.ની છે જેમાંથી  નર્મદામાંથી ૪૧ એમ.એલ.ડી. તથા સ્થાનીક ડેમમાંથી ૭ એમ.એલ.ડી. મળી કુલ ૪૮ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત ૧૧૮ એમ.એલ.ડી. ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી ૩૨.૫૦ એમ.એલ.ડી. તથા સ્થાનીક ડેમમાંથી ૮૧ એમ.એલ.ડી. મળી કુલ ૧૧૩.૫૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે.પાણી પુરવઠા અધિકારીશ્રીએ વિગતવાર જિલ્લામાં ઉપલબ્ધ જળાશયોના પાણી અંગેની માહિતી રજુ કરી હતી. જિલ્લામાં કુલ ૪૩૧ ગામો અને ૪ નગરપાલીકા તેમજ ૧ મહાનગરપાલીકા આવેલ છે. તે પૈકી જિલ્લામાં ૪૩૦ ગામોને નર્મદા પાઇપલાઇનથી કનેક્ટ કરવામાં આવેલ છે અને ૧ ગામને વ્યક્તિગત પાઇપલાઇન યોજનાથી કનેક્ટ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સરેરાશ વરસાદ ૬૭૩ મી.મી. (૮૭%) પડેલ છે.હાલમાં જામનગર તાલુકાના ૫૪, લાલપુર તાલુકાના ૩૫, ધ્રોલ તાલુકાના ૧૩, જોડીયા તાલુકાના ૪૧, કાલાવડ તાલુકાના ૪૦ અને જામજોધપુર તાલુકાના ૧૯ ગામો મળી કુલ ૨૦૨ ગામોને નર્મદા પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે તેમજ જુથ યોજનામાં જામનગરના ૧૮, ધ્રોલ તાલુકાના ૧૨ મળી કુલ ૩૦ ગામોને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

સ્વતંત્ર સોર્સ દ્વારા જામનગર તાલુકાના ૨૬, લાલપુર તાલુકાના ૩૮, ધ્રોલ તાલુકાના ૧૬, જોડીયા તાલુકાના ૧૧, કાલાવડ તાલુકાના ૫૮ અને જામજોધપુર તાલુકાના ૫૦ એમ કુલ ૧૯૯ ગામોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર  એચ.આર.કલૈયા કતેમજ પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.