Abtak Media Google News

આ સ્પર્ધામાં વિજેતા બનનારા રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર

આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે

અબતક,રાજકોટ

રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન- વિદ્યાર્થી યુવક / યુવતિઓને આરોહણ-અવરોહણ સ્પર્ધા માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવાનું નકકી કર્યુ છે.

તદ્ અનુસાર રાજ્ય સરકારના કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે  ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીમાં ગીરનાર-જુનાગઢ ખાતે યોજવામાં આવનાર છે.માત્ર એવા યુવક-યુવતીઓ કે 31મી જાન્યુઆરીના 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય  તેવા અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢને તા.21/12/2021 સુધીમાં મોકલી આપવાનું રહેશે.

ગુજરાતના ઇડર, પાવાગઢ, ચોટીલા તથા ઓસમ ખાતે આયોજીત સ્પર્ધામાં ભાગ વિજેતા સ્પર્ધકોએ ગીરનાર આરોહણ- અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો ને સીધે સીધા રાષ્ટ્રીય કક્ષાના ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મોકલવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે-તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા-જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ,ભોજન,તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પત્ર / મોબાઇલ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. કોઇપણ બાબતની પૃચ્છા સંબંધમાં સંબંધિત જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢનો સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.