Abtak Media Google News

રાજકોટમાં આશ્વિની કુમાર ડિવિઝનલ રેલવે મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી (RLDA) માં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા

અનિલ કુમાર જૈનના સ્થાને અશ્વિન કુમારની નિમણૂક કરવામાં આવી છે, અનિલ કુમાર જૈનની પશ્ચિમ રેલવેમાં બદલી કરવામાં આવી છે. ઈન્ડિયન રેલવે એન્જિનિયરિંગ સર્વિસના 1994 બેચના વરિષ્ઠ અધિકારી અશ્વની કુમારે આઈઆઈટી રૂરકીમાંથી બી.ટેક (સિવિલ એન્જિનિયરિંગ) પૂર્ણ કર્યું. તેઓ પૂર્વ મધ્ય રેલવેમાં વિવિધ મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. અશ્વની કુમારને વર્ષ 2006 માં પૂર્વ મધ્ય રેલવેમાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર (કન્સ્ટ્રકશન) તરીકે કામ કરતી વખતે ઉત્કૃષ્ટ કામગીરી માટે રેલવે મંત્રાલયનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને વિવિધ અભ્યાસ અને પુસ્તકો વાંચવામાં ઊંડો રસ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.