Abtak Media Google News

આજે 22 જુલાઈ એટલે આંતર રાષ્ટ્રીય કેરી દિવસ છે . કેરીનું નામ પડે એટલે સૌથી પહેલા તાલાલા ગીરની કેસર કેરી જ યાદ આવે. ફળોનો રાજા કેરી દરેક લોકોમાં ખુબ લોકપ્રીય છે.તમે અલગ અલગ નામથી ઓળખાતી કેરીઓ ખાધી હશે,પરંતુ તમે જાણો છો એ કેરીઓના નામ કેવી રીતે પડયા છે .

              દરેક પ્રદેશમાં જુદી જુદી પ્રજાતીની કેરી થાય છે. સૌરાષ્ટ્રની કેસરથી લઈને મહારાષ્ટ્રની હાફુસ સુધી અને ઉત્તર પ્રદેશની લંગડોથી લઈને તોતાપુરી સુધી દરેક કેરીના નામ પાછળ એક રસપ્રદ કહાની છે. કેરીના નામ સાથે રંગ, આકાર, વજનની પણ કહાની છે.

1] કેસર કેરી 

1 Kesar Mango

કેસર કેરીનો સૌપ્રથમ ઉછેર વંથલીમાં જૂનાગઢના વજીર સાલે ભાઈ દ્વારા 1931માં થયો હતો . ગિરનારની તળેટીમાં લાલ ડોરી ફાર્મમાં લગભગ 75 કલમો વાવવામાં આવી હતી. 1934માં જૂનાગઢના નવાબ મુહમ્મદ મહાબત ખાન ત્રીજાએ કેસર કેરી નામ આપ્યું હતું.

ઘણાં પ્રકારની કેરી છે પણ સૌથી વધુ વખણાતી કેરી એટલે ગીરની કેશર કેરી . કેસરની જાતએ ફળની સૌથી મોંઘી જાતોમાંની એક છે. કેરી ઉપરથી લીલી અને અંદરથી કેસરી હોવાના કારણે તેનું નામ કેસર પડ્યું છે.

2] રાજાપુરી કેરી

2 Rajapuri

રાજાપુરી કેરી ઉપયોગ મોટેભાગે અથાણા બનાવામાં થાય છે.ફળની મોટી સાઇઝના કારણે તેને રાજાપુરી તરીકે ઓળખવામાં આવે છે. વલસાડ, તાલાલા અને કચ્છથી રાજાપુરી કેરી આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વડાપ્રધાન મોદીના નામ પરથી પણ એક જાત વિકસાવવામાં આવી છે.

3] લંગડો કેરી

3 Langdo Mango

લંગડો કેરીની જાત 250 વર્ષ જૂની કેરી માનવામાં આવે છે. આ નામ પાછળ પણ રસપ્રદ કહાની છે. 250 વર્ષ પહેલાં બનારસના શિવ મંદિરમાં એક લંગડા પુજારી હતા. એક દિવસ મંદિરમાં એક સાધુએ કેરીના બે છોડા રોપ્યા હતા. વર્ષો પછી જ્યારે તેના પર મોર આવ્યા તો પુજારીએ તે ભગવાન શિવને અર્પણ કરી. હકીકતે સાધુએ પુજારીને આદેશ આપ્યો હતો કે કેરી કોઈને આપવામાં ન આવે પરંતુ કાશીના રાજાએ સાધુ પાસેથી કેરી લઈ લીધી ધીમે ધીમે આ કેરીની પ્રજાતિ સમગ્ર બનારસમાં ફેલાઈ ગઈ અને કેરીનું નામ લંગડો પડી ગયું.

4]દશહરી 

4 Dashahri 300X224 1

દશહરી કેરીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. આ કેરી વિશે કહેવાય છે કે દશહરી કેરીનું સૌથી પહેલું ઝાડ કાકોરી સ્ટેશન નજીક આવેલા દશહરી ગામમાં લગાડવામાં આવ્યું હતું. આ ગામના નામે જ કેરીનું નામ દશહરી પડી ગયું છે. દશહરી 200 વર્ષ જૂની છે અને તેને મધર ઑફ મેંગો ટ્રી કહેવામાં આવે છે.

5] હાથીઝૂલ 

5 Hathizul

હાથીઝુલ કેરી તેમના નામ મુજબ જ ખુબ વઝનદાર છે.કેરીના આકાર મુજબ તેની વાર્તા પણ એટલી રસપ્રદ છે. સહારનપુરની હાથીઝુલ કેરી સૌથી વધુ વજનદાર કેરી હોય છે. આ કેરીનું એક નંગ 3.5 કીલો વજન હોય છે અને તેની થિકનેસ જોઈને એવું લાગે કે ઝાડ પર હાથી ઝુલી રહ્યો છે.

6]હાફુસ કેરી 

6 Hafus 1

 

વિશ્વમાં સૌથી મોંઘી કોઈ કેરી ઓળખાતી હોય તો તે રત્નાગીરી હાફુસ છે. આ કેરીને યૂરોપમાં અલફાન્સોના નામથી ઓળખાય છે અને સૌથી વધુ તેનો એક્સપોર્ટ યુએસએમાં થાય છે. લંગડા પછી સૌથી વધુ મીઠી કોઈ કેરી હોય તો તે હાફુસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.