Abtak Media Google News

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શસ્ત્રોનું લાઈવ નિદર્શન – પહેલી વાર ડ્રોન શો

સંરક્ષણ મંત્રાલય દ્વારા આગામી  18  થી 22 ઓક્ટોબર દરમ્યાન એશિયાના સૌથી મોટુ ડિફેન્સ એક્સઝીબીશન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે  યોજાશે.

ડિફેન્સ એક્સ્પોની 12 મી આવૃત્તિનું ઉદઘાટન ફંક્શન મહાત્મા મંદિર ક્ધવેન્સન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. આ સાથે વિવિધ સેમિનાર તેમજ અન્ય ઓફિસિયલ કાર્યક્રમો પણ મહાત્મા મંદિર ખાતે  યોજાશે.

સૈન્ય દળોનું સામર્થ્ય તેમજ વિવિધ શસ્ત્રોનું લાઈવ નિદર્શન સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે યોજાશે. મહાત્મા મંદિર ક્ધવેન્સન અને એક્ઝિબિશન સેન્ટર તેમજ રિવરફ્રન્ટ ખાતે  પહેલીવાર  ડ્રોન શો પણ યોજાશે. આ સાથે  પોરબંદર ખાતે તા. 18-22 ઓક્ટોબર 2022 દરમિયાન શિપ લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.