Abtak Media Google News

વરસાદના કારણે પંચાયત હસ્તકના ખરાબ થયેલા રોડ રસ્તાઓનો ત્વરીત સર્વે કરીને કામગીરી શરૂ  કરવા સુચના

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ની એક અખબારી યાદીમાં જણાવાયું છેકે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ   સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા અનેક લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે ત્યારે આ યોજનાઓ સંપૂર્ણ લાભ રાજકોટ જિલ્લા ના છેવાડા ના માનવી સુધી પહોંચે તે માટે  રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતીઓના પદાધિકારીઓ સાથે સંકલન કરી અને જિલ્લા પંચાયત ના દરેક વિભાગના શાખા અધિકારીઓની સાથે પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક સભાખંડમાં મળી હતી,જેમાં દરેક વિભાગના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી,દરેક શાખાના પ્રગતિમાં રહેલા કામો,પેન્ડીંગ કામોના કારણો સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી,સમીક્ષા બેઠકમાં નિચે મુજબની કડક  સુચના અધિકારીઓને કરવામાં આવેલ છે,

નાણાપંચના તમામ કામોની વહીવટી પ્રક્રિયા ઝડપી પુર્ણ કરી કામો વહેલાસર પુર્ણ કરવા તાકીદ  કરાઈ હતી.બાંધકામ શાખાને ઝ.જ.,વહીવટી તથા ટેન્ડર,રિટેન્ડર સહિતની પ્રક્રિયાઓ ઝડપી પુર્ણ કરવા સુચના અપાઈ હતી.રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના ગેરંટી પીરીયડવાળા તમામ રોડનો વહેલી તકે સર્વે કરી,જે તે એજન્સી પાસે રીપેરીંગ કરવા તથા રોડ સબંધી જરૂરી કામગીરી કરવા આદેશ  કરાયો છે.”ચોમાસાની સિઝન લગભગ પુર્ણતાના આરે છે,ત્યારે સિઝન દરમિયાન પાણી ભરાવાના લીધે સિંચાઈ વિભાગ ના અટકેલા કામોને ફરીથી ગતી આપી પુર્ણ કરવા સુચના  આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.