Abtak Media Google News

ઈસ્ટ ઝોનનાં ૬ વોર્ડ માટે ડામર એકશન પ્લાનનાં રૂ.૧૦ કરોડ મંજુર કરવા મુકાઈ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત:વેરા વળતર યોજનાની મુદત વધારવા અને કોમર્શિયલ મિલકતોને ૨૦ ટકા રાહત આપવાની દરખાસ્ત પણ મંજુર

રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૮ દરખાસ્ત ઉપરાંત એક અરજન્ટ બિઝનેસ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. શહેરનાં ત્રણેય ઝોનમાં ડામર એકશન પ્લાન મંજુર કરી રોડ-રસ્તાનાં કામો માટે ‚રૂ.૪૨.૫૦કરોડનોખર્ચબહાલકરવામાંઆવ્યોહતો. મિલકતવેરા વળતર યોજનાની મુદતમાં વધારો કરવા અને કોમર્શિયલ હેતુની મિલકતને વેરામાં ૨૦ ટકાનો લાભ આપવાની દરખાસ્તને મંજુરીની મહોર મારવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક અરજન્ટ બિઝનેસ સહિત કુલ ૯ દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે જેમાં રસ્તા કામ માટે ‚રૂ.૪૨.૫૦ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યોછે. ચોમાસાની સિઝન પૂર્ણ થતાની સાથે જ રોડ-રસ્તાને મઢવાનું કામ શ‚રૂ કરી દેવામાં આવશે. વેસ્ટઝોન હેઠળ આવતા વોર્ડનં.૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં રસ્તાઓ કાર્પેટ અને રી-કાર્પેટ કરવા તથા પેચવર્ક કરવા ‚રૂ.૧૦કરોડનું કામ ૨૧.૭૮ ટકા ડાઉન સાથે પવન ક્ધટ્રકશન કંપનીને આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડનં. ૨,  ૩,  ૫,  ૧૩, ૧૪ અને ૧૭માં દામનગર એકશન પ્લાનનો રૂ.૧૦ કરોડનો કોન્ટ્રાકટ૨ ૧.૪૨ ટકા ઓછા ભાવે રાજ ચામુંડા ક્ધટ્રકશન કંપનીને આપવામાં આવ્યો છે. આજે સ્ટેન્ડિંગમાં એક અરજન્ટ બિઝનેસ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી જેમાં ઇસ્ટ ઝોન હેઠળનાં વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં ‚રૂ.૧૦ કરોડનો ડામર એકશન પ્લાન મંજુર કરવા દરખાસ્ત મુકવામાં આવી હતી આ કામ ૧૮.૮૧ ટકા ઓછા ભાવે પવન ક્ધટ્રકશન કંપનીને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં યુટીલીટી સહિતનાં કામો માટે કરવામાં આવેલા ખોદકામથી ડેમેજ થયેલા રસ્તાઓ ફરી ડામરથી મઢવા માટે ‚રૂ.૧૨.૫૦ કરોડનું કામ ૨૫.૨૦ ટકા ઓછા ભાવે પવન ક્ધટ્રકશન કંપનીને આપવામાં આવ્યું છે. શહેરમાં ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ અને અહેવાલ આપવા માટે સ્ટ્રકચર એન્જીનીયર તરીકે સાવન કાકડિયાની નિમણુક કરવામાં આવી છે. મિલકત વેરામાં વળતર યોજનામાં સુધારો કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે જેમાં યોજનાની મુદત ૩૧મી જુલાઈ સુધી વધારવામાં આવી છે. આ ઉપરાંત કોમર્શિયલ હેતુની મિલકતને રાજય સરકારની જાહેરાત મુજબ વેરામાં ૧૦ ને બદલે ૨૦ ટકા રાહત આપવાનું પણ મંજુર કરાયું છે.

રહેણાંક મિલકતનાં વેરા સંપૂર્ણ માફ કરો, કોમર્શિયલને ૨૦ને બદલે ૫૦ ટકા રાહત આપો: ઘનશ્યામસિંહ જાડેજા

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૯ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી જેમાં કોંગી કોર્પોરેટર અને સ્ટેન્ડિંગનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વેરા વળતરની યોજનાની દરખાસ્તનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે મહાપાલિકા દ્વારા એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવે છે. છેલ્લા બે માસથી લોકડાઉનની સ્થિતિનાં કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો આર્થિક સંક્રમણ ભોગવી રહ્યા છે. આવામાં રહેણાંક હેતુની મિલકતને વેરામાં ૧૦ ટકા રાહત આપવાના બદલે વેરો સંપૂર્ણપણે માફ કરવો જોઈએ જયારે કોમર્શિયલ હેતુ માટેની મિલકતમાં જે ૨૦ ટકા વળતર આપવાની દરખાસ્ત છે તેમાં ૫૦ ટકા વળતર આપવું જોઈએ. જો આવું કરવામાં આવશે તો ખરેખર લોકડાઉનની સ્થિતિ બાદ પ્રજાને સાચી રાહત આપી ગણાશે જોકે શાસકોએ બહુમતીનાં જોરે તેઓનો પ્રજા હિત માટે કરેલો વિરોધ અવગણી વેરા વળતર યોજનાની કમિશનરે મોકલેલી દરખાસ્ત મંજુર કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.