Abtak Media Google News

સરકાર દ્વારા ઠરાવ પસાર થતા ૧૮ વર્ષ સુધી બાળકને યોજનામાં પૈસા મળશે: કુટુંબના તમામ બાળકોને લાભ થશે

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને દર મહિને રૂ.૪૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે. પરંતુ કોઈ પણ એક વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય માટે ઠરાવ કરવામાં આવ્યા હતો. જે ઠરાવ પસાર થતા જ હવે કોઈ પણ એક વાલીને ગુમાવનાર બાળકોને પણ હવે દર મહિને રૂ.૨૦૦૦ ઇ સહાય મળવા પાત્ર રહેશે. જે અંગેનો ઠરાવ પસાર થતા કુટુંબના તમામ બાળકોને લાભ મળી રહેશે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માર્ચ-૨૦૨૦થી રાજ્યભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન અનેક પરિવારના માળા વિખાઈ ગયા હતા. જેમાં અનેક બાળકો પરથી વાલીઓ અથવા કોઈ પણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે. જેના પગલે હવે રાજ્ય સરકાર આવા બાળકોને વ્હારે આવી “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”ની શરૂઆત કરવામાં આવી છે.

આ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત કોરોનાકાળ દરમિયાન બંને વાલીઓની છત્રછાયા ગુમાવનાર બાળકોને ૨૧ વર્ષ સુધી રૂ.૪૦૦૦ની સહાય આપવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ એક વાલી ગુમાવનાર બાળકોને સહાય માટે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. જેમાં ગઈ કાલે ઠરાવ પસાર થતા હવે કોરોનાકાળમાં માતા અથવા પિતા ગુમાવનાર બાળક માટે પણ સહાય માન્ય રાખવામાં આવી છે.

જેના પગલે હવે કોરોનાકાળ દરમિયાન રાજ્યભરમાં કોઈ પણ એક વાલી ગુમાવનાર બાળકોને ૧૮ વર્ષ સુધી રૂ.૨૦૦૦ની સહાય મળવા પાત્ર રહેશે.  જેના આધારે કુટુંબના ૧૮ વર્ષથી નીચેની વયના બાળકને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ કોઈ પણ જાતની આવક મર્યાદા ધ્યાને લીધા વગર મળવા પાત્ર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.