Abtak Media Google News
  • 13 વર્ષની માસુમને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવતા પુત્રનો જન્મ આપ્યો
  • કમળાપુરના શ્રીજી ક્લીનીકના ડોક્ટર અને મદદગારી પિતરાઇ કાકાની ધરપકડ: સુત્રધાર પિતરાઇ કાકા અને પિતરાઇની શોધખોળ

હાય રે કળયુગ જસદણ પંથકમાં 13 વર્ષની સગીરાનો અનેકવાર દેહ ચૂંથી ગર્ભવતી બનાવી કમળાપુર ગામના શ્રીજી ક્લીનીક ખાતે પ્રસૂતા કરાવી બાળકને સાચવવાનું કહી અન્યોને વેંચી દીધાના ઘટસ્ફોટ થતા પોલીસે પિડીતાના પિતરાઇ ભાઇ, બે પિતરાઇ કાકા અને તબીબ સામે ગુંનો નોંધી પોલીસે તબીબ અને પિડીતાના કાકાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ પંથકમાં સગીરાને હવસનો શિકાર બનાવી અને ગર્ભવતી બનતા કમળાપુર ખાતે ડિલીવરી કરી બાળક વેંચી દીધાની પોલીસને મળેલી બાતમીના આધારે પી.આઇ. ટી.બી. જાની સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફ દ્વારા કમળાપુર ખાતે આવેલા શ્રીજી ક્લીનીકના તબીબ ઘનશ્યામ રાદડીયાને ઉઠાવી લઇ આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યા હતા. આકરી પૂછપરછમાં તબીબ ઘનશ્યામ રાદડીયા ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે જસદણ પંથકના એક ગામની 13 વર્ષની સગીરાને પિતરાઇ ભાઇ અને પિતરાઇ કાકા દ્વારા અવાર-નવાર દુષ્કર્મ આચરતા ગર્ભ રહી ગયો હતો બાદ અન્ય પિતરાઇ કાકાની મદદથી સગીરા સર્ગભાને પોતાના ક્લીનીક લાવી પુરા માસે ડિલીવરી કરી હતી અને બાળક તબીબે રાખ્યું હતું. તે બાળક તબીબે અન્યને વેંચી નાખ્યું હતું. પોલીસે પિડીતાના પિતરાઇ કાકાની અટકાયત કરતા આકરી પૂછપરછ કરતા પોપટની જેમ પઢવા મંડ્યો હતો. જેમાં પિડીતા સર્ગભા બનતા ભાંડો ફૂટ્યો હતો અને બંનેના પરિવારની આબરૂ ન જવાની બીકે ઘરમેળે સમાધાન કરી પિડીતાની ડિલીવરી કરી બાળક તબીબે પોતાની પાસે રાખી વેંચી દીધું હતું. આ સગીરાનો દેહ પીંખીનાર પિતરાઇ ભાઇ અને કાકાની શોધખોળ હાથધરી છે. પોણા બે માસ પૂર્વના બનાવમાં પોલીસે બાતમીના આધારે ભેદ ઉકેલવા સભ્ય સમાજમાં લાંચ્છનરૂપ ઘટના પ્રકાશમાં આવતા નરાધમો સામે રોષ ફાટી નિકળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.