Abtak Media Google News

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામનો અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે એમપીની પરિણીતાને 24 દિવસ પૂર્વે પૂત્ર પ્રાપ્તિ થયા બાદ તેણીને ધાવણ આવતું ન હોય જેથી પૂત્ર ભૂખ્યો રહેતો હોય રડતા પૂત્રને કેમ છાનો રાખવો તે અંગે વતનમાં ભૂવાને ફોન કરતા ભૂવાએ ડામ દેવાનું કહેતા તેણીએ અગરબત્તીના ડામ દીધા હતા.જેથી બાળકની તબિયત લથડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા બાળકનું ગઈકાલે મોત નીપજ્યું છે. જો કે મૃતકના પિતાએ ડામ દીધાનું નહી પણ ભૂલથી અગરબતી પડતા દાઝી ગયાની કબુલાત આપતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે.

સતત રડતા પૂત્રને છાનો રાખવા એમપીના ભૂવાના કહેવાથી બાળકને 24 દિવસ પહેલા અગરબતીના ડામ દીધા’તા

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના હાલ સરધારપુર ગામે વાડીમાં રહી ખેતીકામ કરતા ગુડ્ડીબેન પીન્ટુભાઈ મુમલદે નામની પરિણીતાને 24 દિવસ પૂર્વે પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પીટલે ખસેડતા પૂત્રને જન્મ આપ્યો હતો તે પછી તેણીને ધાવણ આવતું ન હોય અને પૂત્ર સતત રડતો હોવાથી વતન એમપીમાં ફોન કરી ભૂવાને વાત જણાવતા તેણે બાળકને પેટમાં બે ડામ દેવાનું જણાવતા માતાએ પૂત્રને ડામ દીધા બાદ તે પછી બાળકની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પીટલના કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું આ બાળકનું સારવાર દરમિયાન મોત થતા જેતપુર તાલુકા પોલીસને આ અંગે જાણ કરતા પોલીસ કાફ્લો રાજકોટ દોડી આવ્યો હતો બીજી તરફ મૃતકના પિતા પીન્ટુભાઈએ કબુલાત આપી હતી કે અમે બાળક સાજો થઇ જાય પોલીસે ફોરેન્સિક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. જેથી પી.એમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.