Abtak Media Google News

રાજકોટ હોસ્પિટલમાં સગીરાએ કર્યો ધટકસ્ફોટ: પોલીસે તપાસ હાથધરી

ધારી તાલુકાના મોણવેલ ગામમાં ત્રણ માસ પહેલા પ્રેમીએ ઝેર પીવડાવતા પ્રેમિકાની તબિયત લથડતાં તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તબીબી સારવારમાં સગીરાએ ઘટકસ્ફોટ કરતા ધારી પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધારી તાલુકાના મોણવેલ ગામની સેજલ ભાવેશભાઈ વાઘેલા નામની ૧૪ વર્ષીય સગીરાની તબિયત લથડતાં બગસરા બાદ અમરેલી અને ત્યાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીને ઝેરી અસર થઈ હોવાનું જાણવા મળતા તબીબે પોલીસને જાણ કરી હતી.

આ અંગે સગીરાના પરિવારજનોએ જણાવતા મુજબ સગીરાને ત્રણ માસ પહેલા સાગર દેવા વાઘેલા નામનો શખ્સ ભગાડી ગયો હતો. ત્યાર બાદ આવીને તેણીની તબિયત સતત ખરાબ રહેતી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં આવી છે. જ્યાં તેણીએ તબીબોને જણાવ્યું હતું કે ત્રણ માં પહેલા પોતાને ભગાડી જનાર સાગર વાઘેલાએ તેને ઝેરી દવા પીવડાવી હતી. સગીરાના આક્ષેપ બાદ પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.