ટ્રાફિક જામમાં ફસાયેલી ગાડીઓમાં 11 બાળકો સહિત 23 થીજી ગયા

પાકિસ્તાનના “મુરી હીલ સ્ટેશન” પર મોતનો હીમ પ્રપાત

 

અબતક રાજકોટ

ગ્લોબલ વોર્મિંગના કારણે દિવસે દિવસે બદલતી જતી  મોસમ ની “તાસીર” હવે જીવલેણ બનતી જાય છે સમગ્ર વિશ્વ અને વિસ્મય અને કરુણતા નુ લખલખું કરાવી દેનાર એક ઘટનામાં પાકિસ્તાનના પંજાબમાં આવેલા મુરી હિલ સ્ટેશન પર ઉમટી પડેલી વીન્ટર સીઝન ની ભીડ મા વાહનોની વ્યવસ્થા અને ખાસ કરીને “હીમવર્ષા”માં સર્જાયેલા ટ્રાફિકજામના કારણે મોટરમાં 11 બાળકો સહિત 30 લોકો થીઝી ગયા હતા,, બચાવ રાહત કામગીરીમાં જોડાયેલા સૈન્યના જવાનો જ્યારે રસ્તો સાફ કરવાની કાર્યવાહી હાથ ધરતાં અનેક મોટરો માં નાના બાળકો અને મોટેરાઓ થીજી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ કરૂણ ઘટનામાં ટ્રાફિક વ્યવસ્થાપન ની સાથે સાથે હવામાન વિભાગની આગાહી કરવાની વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં હિંમ મ ફસાઈને 11 બાળકો સહિત 23 ના મૃત્યુ થી જવાના કારણે થાય તે ખરેખર કમનસીબી નહીં તો બીજું શું…?