Abtak Media Google News

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર સામે ઉભી થયેલી રાજકીય કટોકટીમાં સરકારને 

હંગામી રાહત હાલ પુરતી ઘાત ટાળવામાં ખાનનું રાજકીય સ્વિંગ કામ કરી ગયું 

પાડોશી દેશ પાકિસ્તાનની ઈમરાન સરકાર પર આવી પડેલું રાજકીય કટોકટીનું સંકટ હાલ પૂરતું ટળી ગયું હોય તેમ ઈમરાન ખાન સંસદમાં આજે પસાર થયેલો વિશ્વાસનો મત જીતી ગયા હતા. સેનેટમાં અગાઉ નાણામંત્રી અબ્દુલ હફિઝ શેખ બુધવારે હારી ગયા હતા. તેઓને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ગિલાનીએ હરાવ્યા હતા.  અને વિપક્ષે ઈમરાન પર રાજીનામુ અથવા વિશ્વાસનો મત સાબીત કરવાનો પડકાર ફેંક્યો હતો. ઈમરાન ખાને બે દિવસ પહેલા જ વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

દેવામાં ડુબેલા પાકિસ્તાન અત્યારે વિશ્વાસભરમાં આર્થિક મદદ માટે હાથ ફેલાવતું રહ્યું છે ત્યારે મોટી વાતો કરનાર વડાપ્રધાન ઈમરાનની વાણી વિલાસ વચ્ચે દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે હું ભારતથી પાકિસ્તાન આવતો હતો ત્યારે મને લાગતુ હતું કે, કોઈ ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવ્યો છું, પરંતુ હવે મને શરમ આવે છે, આપણે ધીમે ધીમે ગરીબ થઈ રહ્યાં છીએ. 1990માં ભારતની જીડીપી 34.37 લાખ કરોડ હતી. ત્યારે પાકિસ્તાન 629 ટકા ઓછુ સ્મૃધ્ધ હતું. 22 વર્ષ પછી ભારતની અર્થ વ્યવસ્થા 10 ગણી મોટી થઈ ગઈ છે.

ઈમરાન સરકારના નાણામંત્રી અબ્દુલ હાફિઝ શેખ બુધવારે સેનેટમાં હારી ગયા બાદ ઈમરાન સામે વિશ્ર્વાસનો મત મેળવવાનો રાજકીય પડકાર ઉભો થઈ ગયો હતો. આજે ભારે રાજકીય કટોકટીની પરિસ્થિતિ વચ્ચે સેનેટમાં ઈમરાન ખાન સરકારે બહુમતિ પુરવાર કરવા જેટલા મતો મેળવી લેતા હાલ આર્તિક કટોકટી અને પાયમાલ બની રહેલા દેશના વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પોતાની સરકાર બચાવવા સફળ નિવડ્યા પરંતુ ઈમરાન ખાનનો વિશ્વાસનો આ મત કેટલો માતબર નિવડશે તે તો આગામી દિવસ જ બતાવી શકશે. કંગાલીયત અને આર્થિક દેવાદાર દેશની ઈમરાન સરકાર અત્યારે વિશ્વાસટકાવી રાખવા સફળ રહી છે પરંતુ ભવિષ્યમાં શું થશે તો આવનારો વખત જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.