Abtak Media Google News

રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલ જીએચસીએલ કપની વિકટર તથા આસપાસનાં વિસ્તારોમાં આ કંપની બિનકાયદેસર મીઠુ પકવે છે. આ કંપનીને લીઝ પુરીથઈ આજે ૭ વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. આ કંપનીને જમીન ફાળવવાનો મુખ્ય ઉદેશ આ વિસ્તારનાં સાગર ખેડુતો એટલે આગરીયા તથા નાના નાના મજૂરોને રોજગારી મળી રહે તે માટે જમીન આપવામાં આવી હતી.

Advertisement

પરંતુ આ કંપની આ વિસ્તારનાં મજરોને ૧૦ વર્ષથી છૂટા કરી દીધા છે.અને મજૂરોને બદલે મશીનો દ્વારા મીઠાનું ઉત્પાદન કરે છે. આ વિસ્તારના લોકોને રોજગારી માટે વિકટરથી ૪૦૦ કી.મી. દૂર દહેજ પોતાના બાળકોનાં શિક્ષણનાં ભોગે મજુરી માટે જવુ પડે છે. આ કંપની વિરૂધ્ધ અનેક વખત રજુઆતો કરી છતા પણ તંત્ર આ કંપની વિરૂધ્ધ, કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આકંપની સાથે સરકારી બાબુઓ અને અમુક પત્રકારો સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે સ્થાનિક લોકોનું એવું માનવું છે કે કંપની સરકારી બાબુઓ અને અમુક પત્રકારોને પૈસા પૂરા પાડે છે. આ વિસ્તારના યુવા અગ્રણી અજય શિયાળ દ્વારા આ કંપની વિરૂધ્ધ સોશિયલ મીડીયા દ્વારા પીએમઓ અને ટવીટર પર પણ ફરિયાદ કરવામાં આવી છતા પણ કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી આ વિસ્તાર આગેવાન ભગવાનભાઈ વાજા દિલાવરભાઈ ગારી, ભાણાભાઈ ગુજરીયા સરવૈયા દ્વારા આગામી સમયમાં કંપની સામે આંદોલનની ચીમકી આપીહતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.