Abtak Media Google News

જ્યોત્સનાબેન બાંભોલીયા આપશે પ્રેરક પ્રવચન, પ્રાણનાથ સંપ્રદાય અને કૃષ્ણસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન: અગ્રણીઓ અબતકના આંગણે

સંસારના તમામ જીવોમાં જાગૃતતા પ્રાપ્ત થાય તેમજ તારતમ વાણી દ્વારા અખંડ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, અખંડ મુક્તિ મળે એવા શુભ આશયથી નિજાનંદ સંપ્રદાય અંતર્ગત પ્રાણનાથ સંપ્રદાય અને કૃષ્ણપ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફક્ત ગુજરાત જ નહીં પણ દેશના વિવિધ રાજ્યોમાં અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. આવા જ કાર્યક્રમની શ્રૃંખલામાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આગામી તા.૮-૨-૧૯ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ દરમ્યાન આત્મજાગણી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષ્ણપ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટ નિજાનંદ સંપ્રદાય મધ્યપ્રદેશ પન્ના, પ્રાણનાથજી મંદિર પ્રાણનાથ મિશન સાથે જોડાઇને એક પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતિતનો સંદેશ જન-જન સુધી પહોંચે તે મુખ્ય ઉદ્દેશ છે.રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જ્યોત્સનાબેન બાંભોલીયા, આધ્યાત્મ વિશે પ્રેરક પ્રવચન આપશે. ઉત્તરપ્રદેશની સંસ્થામાં ૭૦ વિદ્યાર્થીઓને પાંચમો વેદ સ્વસવેદ, આત્મવેદ જેને નિજાનંદ સંપ્રદાયમાં તારતમવાણી કુલજમવાણી કહેવામાંઆવે છે. તેમનું સંપૂર્ણ જ્ઞાન તેમજ વેદ અને  ઉપનિષદ, દર્શનશાસ્ત્ર તેમજ અન્ય ધર્મશાસ્ત્રના જ્ઞાનની સાથે લૌકિક શિક્ષણ પણ આપવામાં આવે છે.

આ સંસ્થામાં બીજી ઘણીબધી અન્ય સેવાઓ પણ ચાલે છે. પ્રાણનાથ મિશન ફક્ત ગુજરાત નહીં અન્ય રાષ્ટ્ર તેમજ અનેક રાજ્યોમાં યુપી, એમપી, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, સિક્કીમ ઉપરાંત અમેરિકા, નેપાળ, ભુતાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આત્મજાગણી પ્રચારનું કામ કરે છે.

પ્રાણનાથ મિશનના નેતૃત્વમાં અલગ-અલગ સ્થાનોમાં જાગણી અભિયાનના નાના-મોટા કાર્યક્રમો યોજાતા રહે છે. સંસારના દરેક જીવોમાં જાગૃતતા પ્રાપ્ત થાય તેમજ સંસારના તમામ જીવોને તારતમવાણી અખંડબ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી સંસ્થા અવિરત કાર્યરત છે.

આવા જ એક સંદેશને લઇને રાજકોટ, પોપટપરા મધ્યસ્થ જેલ ખાતે બે કલાકના કાર્યક્રમના માધ્યમથી કેદીઓને પરબ્રહ્મનો સંદેશ આપવામાં આવશે. કાર્યક્રમને અદભૂત પ્રતિસાદ મળે તે માટે કૃષ્ણપ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટના જ્યોત્સનાબેન બાંભોલીયા, કેશુભાઇ પટેલ, જ્યોત્સનાબેન ફળદુએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.