Abtak Media Google News

આજી-૨ ડેમ વિસ્તારમાંથી દીપડો પકડાયો   દીપડાને પકડવામાં વન વિભાગને મળી સફળતા

રાજકોટની ભાગોળે પડાવ નાખીને છેલ્લા ઘણા લાંબા સમયથી આંટાફેરા કરતા દીપડાને અંતે વન વિભાગે પકડી પાડ્યો છે. છેલ્લા ઘણા સમયથી વન વિભાગ આ દીપડાને પાંજરે પુરવા માટે મથી રહ્યું હતું. અને આજ રોજ વન વિભાગને સફળતા મળી છે. રાજકોટના પરા પીપળીયા પંથકમાં પશુઓનું મારણ કરનાર દીપડાને પકડવામાં વનવિભાગને સફળતા મળી છે. વન વિભાગે દીપડાને પકડવા માટે આજી-૨ ડેમ વિસ્તારમાં પાંજરૂ મુક્યું હતું. પરા પીપળીયા વિસ્તારમાં દીપડાએ પશુઓનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ત્યારે આજે દીપડો પાંજરે પુરાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

થોડા સમય પહેલા જામનગર રોડ પર આવેલા મનહરપુર ગામમાં દીપડો દેખાયો હોવાનું ગ્રામજનો કહી રહ્યા હતાં. દીપડાએ ગામમાં એક વાછરડાનું મારણ કર્યાની પણ આશંકા કરી હતી. ગામમાં દીપડાના પંજાના નિશાન પણ જોવા મળ્યા હતા.

આથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે ઘટનાની જાણ રાજકોટ વન વિભાગને થતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.