Abtak Media Google News

સરકાર હકારાત્મક નિર્ણય ખેડુતોએ ફટાકડા ફોડયા

ઉપલેટા, ધોરાજી, માણાવદર ત્રણ તાલુકાના રપ ગામોને ભાદર-ર ડેમમાંથી સિંચાઇનું પાણી આપ્યા બાદ અચાનક બંધ કરી દેવાતા ખેડુતોઓ રેલી ધરણા સહીતના કાર્યકમો યોજતા સરકારના પગ નીચે રેલો આવતા ગઇકાલે પાણી છોડવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ છે.

ગઇકાલે બપોરે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, સરકારના પ્રતિનિધિ તરીકે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, ત્રણ તાલુકાના પ્રતિનિધી તરીકે જવાહરભાઇ ચાવડા તેમજ સિંચાઇ વિભાગના અધિકારી ખેડુત આગેવાનો વચ્ચે યોજાયેલી મીટીંગમાં વિપક્ષો અને સત્તાધીશોએ ખેડુતોના હિતને ઘ્યાનમાં રાખી ઉપલેટા, ધોરાજી વિસ્તારના ખેડુતોને બે પાણ આપવા અને માણાવદર વિસ્તારના ખેડુતો એક પાણ આપવાનો સિઘ્ધાંનીક નિર્ણય લેવાયો હતો. સરકારના હકારાત્મક નિર્ણયને આવકારી ખેડુતોએ શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં ફટાકડા ફોડી ખેડુતોના વિજયને વધાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.