Abtak Media Google News

નેશનલ ટેસ્ટીંગ એજન્સીની રચનાને મંજૂરી આપી સ્વાયત સંસ્થાઓને એન્ટ્રાસ એકઝામ લેવા દેવા કેબીનેટે લીલીઝંડી આપી દીધી છે. એન્ટ્રાસ એકમાત્ર લેતી સીબીએસઈ, એઆઈસીસીઈ અને અન્ય એજન્સીઓ પરનાં બર્ડનને દૂર કરી કેબીનેટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ)ને મંજૂરી પ્રદાન કરી છે.

પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને સંપૂર્ણ માળખામાં તરલતા લાવવા હેતુસર આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી સીબીએસઈ બોર્ડ દ્વારા જોઈન્ટ એન્જીનીયરીંગ એન્ટ્રાસ (જીઈઈ), નીટ, નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ (વર્ષમાં બે વખત), સેન્ટ્રલ ટીચર એલીજીબીલીટી ટેસ્ટ (વર્ષમાં બે વખત) અને જવાહર નવોદય વિદ્યાલય માટે એન્ટ્રાસ ટેસ્ટ લેવામાં આવતી હતી.

એક ઓફીસીઅલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતુ કે, સોસાયટી રજીસ્ટ્રેશન એકટ ૧૮૬૦ અંતર્ગત એનટીએની રચના થવી જોઈએ. જેથી નેશનલ કક્ષશએ લેવાતી બધી પરિક્ષાઓ એનટીએ લઈ શકે અને સીબીએસઈ પર રહેલો બોજો દૂર થાય, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ બધી પરિક્ષાઓ સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાતી હતી. પરંતુ હવે એનટીએની રચનાને સરકારે લીલીઝંડી આપી દીધી છે. જેથી આ નેશનલ કક્ષાની પરિક્ષાઓ એનટીએ જ લેશે

એનટીએ (નેશનલ ટેસ્ટીંગ એજન્સી)નું સંચાલન હ્યુમન રીસીસીસ મંત્રાલય દ્વારા નિમણુંક કરાયેલ શિક્ષણવિદ કરશે તેમજ એનટીએ માટે પ્રથમ વર્ષે જ રૂ.૨૫ કરોડની ફાળવણી કરાઈ છે.

ટુંકમાં હવે સ્વાયત્ત સંસ્થાઓને ‘એન્ટરન્સ એકઝામ’ લેવા દેવા કેબીનેટે લીલીઝંડી આપી દીધી છે.કમેકે ઉચ્ચ કક્ષાએ વિવિધ કોર્ષમાં લેવાતી એન્ટરન્સ એકઝામમાં વધુને વધુ પારદર્શિતા કેમ આવે તેના પર સરકાર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.