Abtak Media Google News

મ્યુઝિયમમાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાતીગળ લોકમેળાની તસવીરોનું પ્રદર્શન યોજાયું

રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા સંચાલિત વોટસન મ્યુઝિયમ – રાજકોટ દ્વારા ’આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત જન્માષ્ટમી પર્વ તથા 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિન નિમિત્તે સૌરાષ્ટ્ર-કચ્છના ભાતીગળ લોકમેળાની તસ્વીરોનું પ્રદર્શન તા. 13 થી 21 ઓગસ્ટ દરમિયાન વોટસન મ્યુઝિયમ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ભાદરવી સુદ આઠમના રોજ ભરાતા કચ્છના વિખ્યાત એવા રવેચીના લોકમેળાની તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી હતી.

વોટસન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતા રામાનુજે જણાવ્યું હતું કે, ગુજરાતીઓના જીવનમાં લોકમેળાનું આગવું આકર્ષણ છે. કોરોના કાળના બે વર્ષ બાદ લોકો મેળામાં મહાલ્યા હતા. ત્યારે રાજકોટના રહેવાસી ફોટોગ્રાફર એશ્કોલ મોઝિશના કેમેરામાં કંડારાયેલ આ તસ્વીરોનું પ્રદર્શન 819 મુલાકાતીઓએ નિહાળ્યું હતું. મુલાકાતીઓને તસ્વીરોના માધ્યમથી કચ્છ પ્રદેશના લોકોના વિવિધ વસ્ત્રાલંકારો, રંગબેરંગી પોશાકો અને ઝગમગતા આભૂષણો જેવી પ્રાદેશિક ઓળખ સમી બાબતોની માહિતી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.