વિધાનસભા ચૂંટણી સમયે જ અમદાવાદ શહેરમાં ઓરી-અછબડાના સહિતના કેસોમા થયો વધારો

 

ગુજરાતમાં એક તરફ વિધાનસભા 2022 ચૂંટણીનો જંગ જામ્યો છે. અમદાવાદમાં ચૂંટણી ટાણેજ ઓરી-અછબડાના કેસમાં ઉછાળો નોંધાયો છે. શહેરમાં છેલ્લા થોડા સમયથી પાણીજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં ઝાડા, ઉલ્ટી તાવ, કમળો અને ઓરી- અછબડાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 2 મહિનામાં 250 કેસ ઓરી-અછબડાના નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે,અને રોગચાળાને ડામવા માટે ઓરી અછબડા ની રસી બાળકોને આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.હાલ પાંચ વર્ષથી નીચેના બાળકોને રસી ફરજિયાત પણે આપવામાં આવે છે. અને  10,000 જેટલા બાળકોને ઓરીની રસી આપવામાં આવી રહી છે.

 

ગત મહિના કરતાં ઓરીના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાણીના નમૂના લઈને તેની ચકાસણી કરવામાં આવી રહી છે સાથેજ શહેરમાં રોગચાળો અટકાવવા માટે ક્લોરીનની ગોળીનું વહેચાણ પણ કરવામાં આવી રહ્યું છે,  તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અને રોગચાળાને અટકાવવા પ્રયત્નો હાથ ધરાયા છે.