Abtak Media Google News

જામનગર સમાચાર

‘છોટીકાશી’ જામનગરમાં રણજીત નગરમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબીમાં મશાલ રાસ અને અંગારા રાસનું ભારે આકર્ષણ રહે છે. બહારગામથી પણ લોકો આ રાસ નિહાળવા આવતા હોય છે. યુવકો નવરાત્રિ પૂર્વે સઘન પ્રેક્ટીસ કરી અંગારા પર સુરક્ષિત રાસ રમવામાં મહારથ મેળવે છે. તેમની આ અનોખી કળા નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે.

Whatsapp Image 2023 10 17 At 11.08.32 D645C0Ab
એ જ રીતે બંને હાથમાં મશાલ લઇ ગરબે રમવામાં પણ સચોટ તાલીમ અને અભ્યાસની જરૂર હોય છે. ગરબી મંડળનાં ખેલૈયાઓ એક સાધનાની જેમ ‘આગ સાથે રમવાની’ યોગ્યતા કેળવીને મશાલ રાસ તથા અંગારા રાસ રમે છે અને પરંપરાગત ગરબાને અનોખી રીતે પ્રસ્તુત કરી દર્શકોનાં દિલ જીતી લે છે. જે અંગારા રાસ જામનગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Whatsapp Image 2023 10 17 At 11.08.33 6Fb98D9D

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.