Abtak Media Google News

જામનગર સમાચાર

નવરાત્રિના પાવન પર્વમાં માતાજીના ત્રીજા નોરતે ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2023 માં ખેલૈયાનું માનવ મેરામણ ઉમટી પડ્યું અને મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે ખોડલધામ નવરાત્રી ઉત્સવમાં પહોંચ્યા જેમાં ખાસ કરીને 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ખાસ હાજરી આપી હતી અને ધારાસભ્ય રિવાબા જાડેજા એ સૌ પ્રથમ મા ખોડલના પ્રતીક મંદિરના દર્શન કર્યા. જ્યારે માતાજીની થીમ ખાસ ત્રીજા નોરતે દેશભક્તિ ની થીમ તૈયાર કરવામાં આવી હતી. તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ ખાસ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં જ્યારે રાસ ગરબા રમ્યા બાદ ખાસ વંદે માતરમ નું ગીત વગાડવામાં આવે છે અને સમગ્ર નવરાત્રી પરિષદમાં દેશભક્તિ નું વાતાવરણ પસી જાય છે જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી વંદે માતરમ ગીત વખતે હાજર રહ્યા હતા અને તમામ નવરાત્રી મહોત્સવમાં હાજર રહેલા લોકો માં દેશભક્તિની ભાવના વધુમાં વધુ જોવા મળે તેવો માહોલ પણ જોવા મળ્યું હતું.

Whatsapp Image 2023 10 18 At 11.49.55 Ab8Bf94A

જામનગરમાં શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા 2023 નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં સેટેલાઈટ પાર્કમાં ન્યુ કાલિન્દી વર્લ્ડ સ્કૂલની બાજુમાં વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીના ત્રીજા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી જ્યારે 3,000 થી વધુ ખેલૈયાઓ ગરબે ઘુમીયા હતા તેમજ 5000 થી વધુ લોકો શ્રી ખોડલધામ નવરાત્રી 2023 નિહાળવા માટે પૂછ્યા હતા જ્યારે ખાસ કરીને માતાજીના નવરાત્રીના ત્રીજા નોરતે ધારાસભ્ય રિવાબા જાડેજા આવ્યા હતા.

જ્યારે સૌ પ્રથમ ધારાસભ્ય રિવાબા જાડેજાએ નવરાત્રિમાં ભવ્ય પ્રતીક મા ખોડલ નું મંદિર બનાવ્યું હતું તેના દર્શન કર્યા હતા અને મંદિર ના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી.
જ્યારે નવરાત્રિમાં રાસ ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતા ખેલૈયાઓ,મહિલાઓ અને પુરુષો માટે રાસ રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

Whatsapp Image 2023 10 18 At 11.49.56 63C4638B

જ્યારે શ્રી ખોડલધામ સમિતિ જામનગર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 31 થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં 500 થી વધુ કાર્યકર્તા નવરાત્રીમાં સેવા આપી રહ્યા છે. તેમાં તમામ સમિતિ દ્વારા અલગ અલગ જવાબદારી પૂર્વક કામગીરી કરતી રહે છે.

શું છે નવરાત્રિની વિશેષતા

સૌપ્રથમ મા ખોડલ નું પ્રતીક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં માતાજીની નવે નવ દિવસ અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવે છે અને રાત્રીના 8:30 કલાકે દરરોજ માતાજીની આરતી પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેલૈયાઓ દ્વારા રાસ રમવામાં આવે છે. શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેમાં પાંચ સિંગરો દ્વારા રાસ ગરબા ગાવામાં આવે છે અને સમગ્ર બે લાખ ફૂટ થી પણ વધારે જગ્યા ઉપર નવરાત્રીનું વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તે સમગ્ર એરીયા ને સીસીટીવી કેમેરાથી સચ કરવામાં આવ્યું છે તેમજ સિક્યુરિટીની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ફાયર સેફ્ટીની પણ તકેદારી રાખવામાં આવી છે અને ખાસ કરીને આરોગ્ય માટે એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે એક 108 એમ્બ્યુલન્સ અને એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પર સ્થળ પર જ રાખવામાં આવી છે જેથી કોઈપણ ખેલૈયા ને મેડિકલ ઈમરજન્સી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે.

Whatsapp Image 2023 10 18 At 11.49.56 C8038546
એન્ટ્રીથી લઈ સ્ટેજ સુધી ખાસ થીમ તૈયાર કરાઈ

ખોડલધામ દ્વારા રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એન્ટ્રીથી લઈને સ્ટેશ સુધી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં એન્ટ્રી પોઇન્ટ પર  રંગે રંબી કલરથી શણગારવામાં આવ્યું છે આ ઉપરાંત સ્ટેટ પર વિશેષ એલઇડી ક્રીમની થીમ તૈયાર કરવામાં આવી છે.

Whatsapp Image 2023 10 18 At 11.53.13 604F4A4F

તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો અને શહેરના શ્રેષ્ટીઓને ખાસ આમંત્રણ આપવામાં આવે છે. ખોડલધામના આયોજનમાં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ વખતે ખોડલધામ દ્વારા જે તે વ્યવસ્થા કમિટીને જે તે વિસ્તારના તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે તેમજ માત્ર લેવા પટેલ સમાજના જ આગેવાનો નહીં પરંતુ તમામ જ્ઞાતિના લોકો તથા તમામ પક્ષના લોકોને અને નાની મોતી સંસ્થામાં જોડાયેલા તમામ લોકોને આમંત્રણ આપી તેના સ્વાગત સન્માન કરવામાં આવે છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.