Abtak Media Google News

કુલ ૨.૩૮ લાખ એટીએમ મશીનોમાંથી ૧.૧૩ લાખ મશીનો બંધ થઈ શકે છે

ઓટોમેટીક ટેલર મશીનને લઈને શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અનેક વખત સમયે પૈસા ન મળતા અનેક મુસ્કેલીઓ સર્જાતી હોય છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં એટીએમમાંથી કેવી રીતે પૈસા મેળવી તેમજ જમા કરાવી શકાય આ અંગે અસમંજસ હોય છે ત્યારે નોન અર્બન વિસ્તારોમાં એટીએમોની માઠી દશા સર્જાય છે તો કેટલાક વિસ્તારમાં એટીએમના વધુ ઉપયોગને કારણે મશીનો ઉપર કેશનું ભારણ સતત વધી રહ્યું છે તેથી કેટલાક એટીએમો ખોખા બની ચૂકયા છે.

માર્ચ ૨૦૧૯ સુધીમાં ભારતના અડધો-અડધ એટીએમ બંધ કરવામાં આવશે. ભારતમાં હાલ કુલ ૨.૩૮ લાખ એટીએમ મશીનો છે. જેમાંથી અડધો અડધ એટલે કે ૧.૧૩ લાખ જેટલા એટીએમો સર્વિસ પ્રોવાઈડરોએ બંધ કરવા પડશે. આ એટીએમ બંધ થતાં કેટલાક લોકોની નોકરી સરકારી વહીવટો, ઉદ્યોગ ક્ષેત્રો અને નાણાકીય તંગી સર્જાવાની ભીતિ છે.

મોટાભાગે બંધ થનારા એટીએમ નોન અર્બન વિસ્તારના રહેશે જેમાં કેશ મેનેજમેન્ટ માટે હાર્ડવેર તેમજ સોફટવેર અપગ્રેડ કર્યા બાદ ફરીથી એટીએમ શ‚ કરવામાં આવશે. કેટલાક ગ્રામ્ય વિસ્તારના એટીએમ એવા છે કે જેમાં નાણા રાખવા છતાં તેનો ઉપયોગ થતો નથી. પરંતુ એટીએમમાં સચવાતા પૈસા બંધ કબાટમાં રહેલી પુસ્તક સમાન બીન ઉપયોગી બને છે તેથી બેંકોના નાણાને તરલતા ન મળતા માઠી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેથી બેંક તેમજ અન્ય ઉદ્યોગોને મંદીનો સામનો કરવો પડે છે.

ઈન્ડસ્ટ્રી નિષ્ણાંતે કહ્યું હતું કે, હાલના કેટલાક એટીએમો બિનઉપયોગી બની ચૂકયા છે. જેમાં પડેલા નાણાનો ઉપયોગ કરતા કેટલાક લોકોને આવડતો નથી તો ઘણી વખત સીસ્ટમ તેમજ સર્વર ડાઉન રહેતા એટીએમમાંથી લોકો પૈસા ઉપાડી શકતા નથી જેને કારણે નાણાનો પ્રવાસ રોકાઈ જાય છે અને તેને કારણે ઉદ્યોગોને રૂ.૩ હજાર કરોડનું નુકશાન થાય છે. એટીએમની જટીલ પ્રક્રિયાને કારણે લોકો કેશ ટ્રાન્ઝેકશન કરતા ડિજીટલ તરફ વધ્યા છે. આજે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ એટીએમમાં જઈને પૈસા ઉપાડવાને બદલે ઓનલાઈન બેન્કિંગ એપ્લીકેશનનો ઉપયોગ કરતા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.