Abtak Media Google News

ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર ઇરેડીયેશનના માઘ્યમથી બાયોલોજીકલ પ્રોસેસ કરી ઉત્પાદનને સડતુ અટકાવવા મદદરૂપ બનશે

બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં ભાવ તબીબે હોવાના કારણે ખેડુતોને બહોળુ નુકશાન સહન કરવું પડે છે ડુંગળી, બટેટા અને શાકભાજી સહીતનું ઉત્પાદન લાંબા સમય માટે રાખી શકાતુ નથી માટ બમ્પર પાક હોય ત્યારે ભાવ તળીયે હોવા છતાં આવું ઉત્પાદન પાણીના ભાવે  આપી દેવું પડે છે માટે સરકારે શાકભાજી તેમજ ડુંગળી બટેટાને લાંબા સમય સુધી તાજા રાખવા પરમાણું ઉર્જાની મદદ લેવાનું નકકી કર્યુ છે.

ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (બીએઆરસી) હાલ મઘ્યપ્રદેશ તેમજ દેશના અન્યકેટલાક હિસ્સામાં ઇરેડીયેશન દ્વારા બાયોલોજીકલ પ્રોસેસની મદદ ઉત્૫ાદન લાંબા સમય સુધી તાજા રહે તે માટે કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે. નાસીકમાં હાલ આ સુવિધા પ્રાથમીક ધોરણે છે.

ડુંગળી અને બટેટા બગડે નહી તે માટે માઇસો ઓટોનિઇમનો સહારો લેવાયા આવશે. ઇરેડીયેશનની મદદથી ડુંગળી, બટેટા કે શાકભાજી સડવા માટે કારણભૂત બેટરીયીયાનો નાશ કરવામાં મહદ અંશે સફળતા મળશે. પરિણામે ઉત્૫ાદન લાંબા સમય સુધી સચવાઇ શકશે. બમ્પર ઉત્૫ાદન સમયે ભાવ તળીયે રહેશે ત્યારે ખેડુતોને ઉત્૫ાદન વેચી નાખવા મજબુર થવું ખડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.