Abtak Media Google News

ગુજરાત એટીએસે દિલ્હી અને યુપીમાં 775 કરોડ રૂપિયાનો હેરોઇન સાથે 55 કિલો કેમિકલ જપ્ત કર્યું !!!

ગુજરાત એટીએસ સતત સફળતા ના શિખરો સર કરી રહ્યું છે અને ડ્રગ માફિયાઓને હદમાં રાખવા માટે હરકતમાં પણ આવ્યું છે. ગુજરાત એટીએસને છેલ્લા એક સપ્તાહમાં ખૂબ મોટી સફળતા પણ મળી છે જેમાં દિલ્હી અને યુપીમાં એટીએસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાંથી તેઓએ 775 કરોડ રૂપિયાનો જ કર્યો હતો એટલું જ નહીં ૫૫ કિલો કેમિકલ ને પણ જપ્ત કરવામાં આવેલો છે. આ કામગીરીમાં ગુજરાત એટીએસે દિલ્હી અને યૂપી પોલીસની મદદ પણ લીધી હતી.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસએ શાહીન બાગમાંથી પકડાયેલા ડ્રગ તસ્કર હૈદરના મુઝફ્ફરનગરના ઠેકાણામાંથી 150 કિલોથી વધુ હેરોઈન ઝડપી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે. 50 કિલો હેરોઈન, 30 લાખ રોકડ અને 47 કિલોના અન્ય નશીલા પદાર્થ મળી આવ્યા છે. ગુજરાત એટીએસએ હૈદરના મુઝફ્ફરનગરના ઘર પાસે પાડોશીના ઘરે દરોડો પાડીને 150 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.
એટીએસ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં સરકાર ડ્રગ્સ માફિયાઓ ઉપર અંકુશ લગાવવા માટે લાલા કરશે અને કોઈપણ ગેરરીતિ નહીં ચલાવે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.