રાજકોટ: જંગલેશ્વરમાં ડ્રગ્સના હાટડાઓને ડામવા પોલીસ દ્વારા સ્નિફર ડોગથી ચેકીંગ

સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલતા ડ્રગ્સના આઠડાઓને ડામવા માટે રાજકોટમાં પણ પોલીસ તંત્ર દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

જેના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર જંગલેશ્વર વિસ્તારમાં ભૂતકાળમાં ગાંજા અને નાર્કોટિક્સની પ્રવૃતિઓ ઝડપાઇ હતી.

જેના પગલે આજ રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી નાર્કોટિક્સને લગતા  ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને નાર્કોટિક્સ ટ્રેઇન સ્નિફર ડોગને સાથે રાખી આરોપીઓને તેમજ શંકાસ્પદ સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું.