Abtak Media Google News

રાજકોટ શહેરનાં ભગવતીપરા વિસ્તારના રહેતા યુવક પર તેના જ વિસ્તારમાં એક શખ્સ દ્વારા સામુ કેમ જોવે છ? કહીને છરી ઝીંકી દઈ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક દ્વારા આગાઉ આ શખ્સ સામે અરજી કરવામાં આવી હતી તેમાં તેનો ખાર રાખી હુમલો કર્યો છે.

Advertisement

પોલીસમાં અગાઉ કરેલી અરજીનો ખાર રાખી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જીવલેણ હુમલો કરતા બી ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતીપરા નંદનવન સોસાયટી શેરી નં 1 માં રહેતા ફરિયાદી સાગરભાઈ સતિષભાઈ સોલંકીએ આરોપી અલ્બાઝ ઉર્ફે રહિશ મહમદ ભાડુલા સામે ફરિયાદ નોધવતા કહ્યું છે તેઓએ આરોપી અલ્બાઝ ઉર્ફે રહિશ વિરૂદ્ધ અરજી કરેલી હતી.તેઓ પોતાની બાઇક લઇને ભગવતીપરા શાળા નં 43 પાસે પહોંચ્યો ત્યારે અરજીનો ખાર રાખી આરોપી અલ્બાઝ ઉર્ફે રહિશે સામુ કેમ જોવે છે? કહીને છરીનો ઘા ઝીંકી દઈ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવમાં યુવક સાગરભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે આરોપી અલ્બાઝ ઉર્ફે રહિશ ભાડૂલા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.