મહિલા દિવસ ખાસ છે. ઘરની અંદર બહાર સ્ત્રીને લઈને વધતી અસુરક્ષાને લઈને પણ સમાજ ચિંતામાં છે. આ અંગે શાહરૂખ ખાને કહ્યું હતું કે તમામને સમાન અધિકાર મળવા જોઈએ.
સ્ત્રી સ્વતંત્ર વ્યક્તિત્વ છે, તમામે આ વાત સ્વીકારી પડશેઃ શાહરૂખ ખાન
બધાને વિશ્વાસ થવો જોઈએ કે સ્ત્રીને પોતાના જીવન પોતાની રીતે જીવવાનો હક છે. તેનુ પણ અલગ વ્યક્તિત્વ છે અને એક સાથીની જેમ તેના પક્ષમાં ઉભા રહેવાની જરૂર છે. મહિલા સાથે કોઈ દૂર્વ્યવહાર કરે તો તેને સજા મળવી જ જોઈએ. જ્યાં સુધી આમ નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં. તમે જાતે જ વિચાર કરો કે કોઈ મહિલા સાથે અપરાધ થાય છે તો અપરાધ કરનાર વ્યક્તિ પાસે બચવાના હજારો રસ્તાઓ છે. કોઈ મહિલા પર એસિડ ફેંકે છે પરંતુ તે ઘણી જ સહજતાથી જામીન લઈને બહાર આવીને પોતાનું જીવન મસ્તીથી જીવે છે. કહેવાનો અર્થ એ જ છે કે આપણાં કાયદાઓ વધુ મજબૂત હોવા જોઈએ. અમારા નિયમો હજી કડક હોવા જોઈએ. પછી લોકો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે નહીં.
મિત્ર ખોટો હશે તો બચાવ નહીં કરું:
શાહરૂખે આગળ કહ્યું હતું કે તે એ વાતમાં વિશ્વાસ રાખે છે કે કાલે જો કોઈ તેની નિકટની વ્યક્તિ અથવા તો તેનો મિત્ર પણ મહિલા અંગે ખોટું વિચારશે કે ખોટું કરશે તો તે તેની ક્યારેય મદદ કરશે નહીં અને તેને બચાવશે નહીં