Abtak Media Google News

નિરંજન શાહ સગાવાદ ચલાવે છે: ૧૯૮૩ બાદ એસસીએમાં ચૂંટણી થઇ નથી: ખંઢેરી સ્ટેડિયમ બનાવવા માટે આવેલા ફંડનો કોઇ હિસાબ અપાયો નથી: પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ જાડેજાના આક્ષેપથી ખળભળાટ

ભારતીય ક્રિકેટ બોર્ડ અને તેના વિવિધ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનમાં ગેરરીતિઓ ચાલી રહી હોવાની તપાસ બાદ લોઢા સમિતિએ સંખ્યાબંધ ભલામણો કરી હતી તેમ છતાં ઘણા એસોસિયેશન એવા છે જેમણે સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે અને ભલામણોનો અમલ કર્યો ની જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનો પણ સમાવેશ ાય છે. તેમાં ય આ એસોસિયેશનમાં તો કરોડો રૂપિયાનો હિસાબ અપાતો ની અને તેના વડા નિરંજન શાહ સગાવાદ ચલાવે છે તેવા આક્ષેપો સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર રાજેશ જાડેજાએ કર્યા છે.

રાજેશ જાડેજાએ ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને એવી માહિતી આપી હતી કે લોઢા સમિતિની ભલામણોના અમલ માટે તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેના અનુસંધાનમાં કોર્ટે બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને ૧૪મી જૂને સુનાવણી માટે હાજર વા માટે નોટિસ જારી કરી છે.

રાજેશ જાડેજાએ ઉમેર્યું હતું કે નિરંજન શાહ તો ૪૦ કરતાં વધારે વર્ષી શાસન ચલાવે છે અને તેમાં ય સગાવાદ પ્રવર્તી રહ્યો છે. આ એસોસિયેશનમાં ૧૯૮૩ બાદ કોઈ ચૂંટણી ઈ જ ની, આ ઉપરાંત એસોસિયેશનમાં કોઈ નવા સદસ્ય બનાવવામાં આવતાં ની. ૧૯૮૩માં જે ૨૦૦ની આસપાસ સદસ્યો હતા તે જ અત્યારે છે. એસોસિયેશન પાસે ૪૫૦ કરોડ રૂપિયા છે અને તેમાંી ૨૫૦ કરોડ સેવિંગ્સ ખાતામાં છે અન્ય રકમ ફિક્સ કરેલી છે.

દર વર્ષે ૪૦-૪૫ કરોડનું વ્યાજ આવે છે પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને ઘણી ખરી રકમ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટ્રસ્ટના નામે જમા કરી દીધી છે. આ ઉપરાંત ખંડેરીમાં સ્ટેડિયમ બનાવવા માટે આવેલા ફંડનો પણ કોઈ હિસાબ ની અપાયો. કહેવાય છે કે સ્ટેડિયમ માટે ૪૫ કરોડના બજેટ કરતાં વધારે રકમ એકત્રિત કરાઈ હતી.

સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટરને પણ સદસ્ય બનવા દેવામાં આવતાં ની. જે ખેલાડી સદસ્ય બનવાનો પ્રયાસ કરે તેની અરજી કોઈ પણ કારણ દર્શાવ્યા વિના જ ફગાવી દેવામાં આવે છે. એટલે સુધી કે રવીન્દ્ર જાડેજા, પૂજારા કે જયદેવ ઉનડકટ જેવાને પણ એસોસિયેશને પોતાના સદસ્ય બનાવ્યા ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.