Abtak Media Google News

લોકોને બિનજરૂરી સફર ન કરવા અપીલ કરાઈ હતી

ભારે બરફવર્ષાના કારણે ડેન્વરમાં 2000 ફલાઈટસ રદ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હવામાન સેવાએ શિયાળુ તોફાનની ચેતવણી જારી કરી છે જેમાં કહ્યું હતું કે, શનિવારે બપોરથી રવિવારની રાત સુધી ડેન્વર અને બોલ્ડરમાં 18 થી 24 ઈંચ (46-61 સેમી) ભારે ભીના બરફ પડવાની શકયતા હતી. ફ્રન્ટ રેન્જની તળેટીમાં 30 ઈંચ (26 સેમી) સુધી વરસાદ થવાની અપેક્ષા હતી. કોલોરાડો ટ્રાન્સપોર્ટેશન વિભાગે ચેતવણી આપી હતી કે માર્ગ બંધ થવાની સંભાવના છે માટે લોકોને બિનજરૂરી સફર ન કરવા જણાવ્યું હતું. અમેરિકા અવાર-નવાર હિમવર્ષાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડતી હોય છે. હિમવર્ષાના કારણે મુસાફરો હેરાન થયા હતા.

ડેનવર આંતરરાષ્ટ્રીય વિમાન મથકે શનિવારે 250 ફલાઈટસ રદ કરી હતી. જયારે રવિવારે 1300 ફલાઈટસ રદ કરવામાં આવી હતી. હિમવર્ષાને કારણે હજારો લોકોને તેમના વાહનોમાં ફસાઈ ગયા હતા. મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને સોમવારથી ઘણી શાળાઓ અને સરકારી કચેરીઓ બંધ રહેશે. ડેનવરમાં ચોથી સૌથી મોટી હિમવર્ષા નોંધવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.