Abtak Media Google News

દેશભરમાં હવામાનમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી અડધા રાજ્યમાં છેલ્લા 48 કલાકથી બરફની ચાદર પથરાઇ ગઈ છે. હજારો પ્રવાસીઓ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ફસાઇ ગયા છે. બે દિવસમાં શિમલા, કુલ્લૂ, ચંબા, મંડીના ઘણા વિસ્તારો ઉપરાંત લાહૌલ અને કિન્નૌર જિલ્લાનો સંપર્ક દેશ અને દુનિયાથી કપાઇ ગયો છે.હિમપ્રપાતથી બચવા માટે પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળ્યો છે.

Advertisement

શિમલા સહિત બર્ફીલા વિસ્તારોમાં રસ્તા કાચ બની ગયા છે. વૃક્ષો પડતાં સેંકડો ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયા હતા. બરફ પછીના તડકાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.